ગાંધીનગરમાં નવા સરકારી આવાસો બાંધવા માટે ખુલ્લી જગ્યાનો અભ્યાસ કરાશે

(પ્રતિનિધિ) ગાંધીનગર,
શહેરમાં જુદી જુદી કેટેગરીના સરકારી આવાસો તોડવા માટે તબક્કાવાર મંજરી આપવામાં આવે છે. અગાઉ સે-૬ માં આવાસો તોડીને નવા આવાસો બાંધવા માટે પણ કામ શરૂ કરી દેવાયુ છે. સેકટરોમાં હજુ પણ નવા ૫૬૦ જેટલા આવાસો બાંધવા માટે આયોજન કરવામાં આવનાર છે ત્યારે આવાસોનો કડુસલો કરાયા બાદ ખુલ્લી જગ્યાનો અભ્યાસ કરી નવા આવાસો માટે સ્થળ પસંદગી કરવામાં આવશે. શહેરમાં સરકારી આવાસોને તોડીને નવા આવાસો બાંધવામાં આવી રહ્યા છે. શહેર અÂસ્તત્વમાં આવ્યુ ત્યારથી નિર્માણ કરાયેલા વિવિધ કેટેગરીના આવાસો પૈકી મોટાભાગના હાલ જાખમી હાલતમાં છે. અલબત્ત સરકારી આવાસો રહેણાંકને લાયક રહ્યા નથી. ત્યારે જુના અને કંગાળ આવાસો તોડીને નવા આવાસો બાંધવા માટે પણ તબક્કાવાર માર્ગ મકાન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યુ છે. હાલની Âસ્થતિએ સે -૭ , સે-૨૯ અને સે- ૩૦ માં નવા આવાસો તૈયાર કરી દેવાયા છે. જયારે સે-૬ માં નવી ટાવર કોલોનીના નિર્માણનુ કામ શરૂ કરી દેવાયુ છે. જયારે સેકટરોમાં હજુ પણ નવા આવાસો બાંધવાનુ અનિવાર્ય હોવાથી તબક્કાવાર કંગાળ આવાસો તોડીને નવા મકાનો બાંધવા માટે આયોજન કરવામાં આવશે. હાલ જુના આવાસો તોડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. બીજીતરફ આવાસો તોડીને ખુલ્લી થતી જગ્યાનો પણ યોગ્ય અભ્યાસ કરીને નવા આવાસો બાંધવા માટે સ્થળ પસંદગીની પ્રક્રીયા હાથ ધરાશે. સેકટરોમાં Âસ્થત જુદી જુદી કક્ષાના મકાનો તોડવામાં આવી રહ્યા છે. તો માર્ગ મકાન વિભાગના ચોપડે આવાસ ઇચ્છુક કર્મચારીઓની પ્રતિક્ષા યાદી પણ મોટી થતી જાય છે. આવા સંજાગોમાં નવા આવાસોનુ નિર્માણ કામ પણ ઝડપથી હાથ ધરાય તેવી માંગ ઉઠવા પામી છે. જુના અને જાખમી આવાસો પણ તંત્ર દ્વારા નોટીસના અંતે ખાલી કરાવાની ઝુંબેશ હાથ ધરાઇ છે. નવા આવાસના નિર્માણ માટે ઝડપથી કામ હાથ ધરાય તેવો પણ સુર ઉઠવા પામ્યો છે.