ગાંભોઇ હરસોલ રોડ પરથી દારૂ સહિત ૩,૫૭,૬૦૦ રૂનો કુલ મુદ્દામાલ કબ્જે કરતી સાબરકાંઠા એલ.સી.બી.

ગાંભોઇ હરસોલ રોડ પરથી દારૂ સહિત ૩,૫૭,૬૦૦ રૂનો કુલ મુદ્દામાલ કબ્જે કરતી સાબરકાંઠા એલ.સી.બી.
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

દારૂની  પેટીઓ નંગ-૧૬ કુલ બોટલ નંગ ૧૯૨ કિ.રૂ.૫૭,૬૦૦ તથા સ્વીફ્ટ ગાડી મળી કુલ કિ.રૂ. મળી  ૩,પ૭,૬૦૦નો મુદ્દામાલ ઝડપ્યો


સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા શ્રી. મયંકસિંહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર ની સુચના અને  સાબરકાંઠા પોલીસ વડા શ્રી. ચૈતન્ય મંડલીક શ્રી એ અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ શ્રી. વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી.એ પો.સ.ઇ..જે.એમ.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફ ના માણસોને જરૂરી માર્ગદર્શન આપી ટીમ બનાવી બાતમી મેળવી નાકાબંધી કરી દારૂની પ્રવૃતી નાબુદ કરવા  બાતમીદારથી ખાનગી બાતમી હકીકત મળી હતી કે ‘‘શામળાજી તરફથી ગાંભોઇ થઇ રણાસણ હરસોલ થઇ અમદાવાદ જવા માટે એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ની  ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળેલ છે’’ જે બાતમી આધારે તલોદ પો.સ્ટે.ના રણાસણ ચાર રસ્તા પાસે  બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધીમાં કરેલી હતી  દરમ્યાન તે બાતમી મુજબની એક ગાંભોઇ તરફથી એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ની આવતા તે ગાડી રોકવા નાકાબંધી કરી ખાનગી વાહનથી આડાસ મુકિ ગાડી ઉભી ન રાખેલી અને ગાડીની અંદર એક ચાલક ઇસમ હતો જે ગાડી ઉભી રખાવતા નાસી ગયેલ જેનો પીછો કરતા તે પકડાયેલ નહી કે ઓળખાયેલ નહી. અને રસ્તામા મુકીને ભાગી ગયેલ ગાડીની અંદર જોતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૬ કુલ બોટલ નંગ ૧૯૨ કિ.રૂ. ૫૭,૬૦૦ તથા એક કાળા કલરની સ્વીફટ વી.ડી.આઇ ગાડી નં.જીજે-૦૧-એચ.પી-૭૦૮૧ મળી કુલ કિ.રૂ.  ૩,૦૦,૦૦૦નો મળી આવતા તે સ્વીફ્ટ  ગાડીના ચાલક વિરૂધ્ધ તલોદ પો.સ્ટે. ખાતે થર્ડ ગુ.ર.નં. ૨૩૨/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ, ૧૧૬બી, ૯૮(ર) મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ સાબરકાંઠા અેલ.સી.બી.પી.આઈ. વી.આર.ચાવડા અે હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!