અમદાવાદ : જગન્નાથ મંદિર ખાતે મહંત દિલીપદાસજી મહારાજ ના હસ્તે મહાનુભાવોનુ સન્માન

ધીરજ પટેલ, અમદાવાદ
શ્રી જગનનાથજીની એતિહાસિક, પારંપરિક એવમ સાંસ્કૃતિક ૧૪૨ મી ભવ્ય રથયાત્રાનો કુશળતા પૂર્વક બંદોબસ્ત કરનાર અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર માનનીય શ્રી એ.કે.સિંહ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન ભાઈ શેખ ધારાસભ્ય ઇમરાન ભાઈ ખેડાવાલા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનોનું અને બંદોબસ્તના તમામ પોલીસ અધિકારીઓનો મહંતશ્રી દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ભાઈ ઝા દ્વારા સન્માન કરવામાં આવ્યું.