રોહિયાળ તલાટ અને ખડકવાળ વચ્ચે આવેલ કોલક નદી પર કોઝવે પુલ ડુબાણમાં રહ્યો

કપરાડા તાલુકાના છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે ચેક ડેમ કોઝવે તેમજ રસ્તાનું ધોવાણ થયેલ છે તેમજ કેટલાકનીચાણવાળા ધરાવતા ચેકડેમ કમ કોઝવે સતત બીજા દિવસે પણ ડુબાણમાં રહ્યા હતા જેના કારણે લોકો નો અન્ય ગામ સાથેનો સંપર્ક ખોરવાયો હતો અને શાળા અભ્યાસ કરતા બાળકો તેમજ રોજીરોટી માટે મજૂરી કરવા જતા લોકોની રોજગારી ખોરવાઇ હતી આમ છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું હતું આ અંગે સ્થાનિક લોકો જણાવે છે કે નીચાણ ધરાવતા ચેકડેમ કોઝવે ઊંચા કરવા અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી.