પ્રાતિજ પોલીસે લુંટ,ઘરફોટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપ્યા

પ્રાતિજ પોલીસે લુંટ,ઘરફોટ  ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ઈસમોને ઝડપ્યા
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક એ તથા ના.પો.અધિક્ષક સા. કે.એચ.સૂર્યવંશીની સુચનાથી સાબરકાંઠા જીલ્લામાં બનતા ચોરીના ગુન્હાઓ  અટકાવવા સુચના કરેલ જે મુજબ  કે.એસ.બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેકટર ના સીધા માર્ગદર્શન હેઠળ  પો.સ.ઇ એ વી જોષી તથા પો સ ઇ કે એસ ચાવડા અને અહેકો માનસિંહ મનવંતસિંહ, અહેકો દેવજીભાઇ નરસિંહભાઇ, આ.પો.કો કિરીટસિંહ રજનિકાંન્તસિંહ, અ.પો.કો અશોકકુમાર બાપુભાઇ, આપોકો જગદીશભાઇ છગનભાઇ , અપોકો મહેશભાઇ વાલજીભાઇ, ડ્રાઇવર પોકો ગફુરભાઇ વરવાભાઇ તમામ સ્ટાફ તા-૨૮/૭/૧૯ના રોજ પ્રાંતિજ પો.સ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલીંગ હતા દરમ્યાન  મળેલ ખાનગી બાતમીના આધારે સાદોલીયા ગામના પાટીયા નજીક ટીમ બનાવી રેકીમા હતા તે દરમ્યાન  એક મોટર સાયકલ શંકાસ્પદ લાગતા પોકેટકોપ મોબાઇલથી ચેક કરતા તથા તેના ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ના મળતા અને તે મોટર સાઇકલના લગત કાગળો ન મળતા તે મોટરચાલક તથા તેની પાછળ બેઠેલ ઇસમને વધુ પુછપરછ અર્થે ૪૧(૧) ડી મુજબ અટક કરી સીઆરપીસી-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પુછપરછ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં-૮૬/૨૦૧૯ ઇપીકો કલમ- ૩૯૪,૩૨૩,૫૦૬(૨) ૧૧૪ તથા ફસ્ટ ગુરનં-૯૨/૨૦૧૯ ઇપીકો કલમ-૪૫૭,૩૮૦ ના ગુન્હા કબૂલ કરેલ જેથી ચોરીનો મુદામાલ કબ્જે કરી તે બંન્ને આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલી

પ્રાતિજ પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) સી એન જી રિક્ષા નં-GJ09-AX-0192 કિ રૂ-૭૫૦૦૦/-

(૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ રૂ-૩૦૦૦/-

(૩) એલ ઇ ડી ટી વી- કિ રૂ-૯,૫૦૦/-

(૪) હિરો હોંડા પેશન પ્લસ મો સા નં-૧ કિ રૂ-૧૬૦૦૦/-

કૂલ કિમતરૂપિયા-૧,૦૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે

આરોપીઓના નામ

(૧)મનુસિંહ ઉફ્રે જીલો જગતસિંહ પરમાર રહે,દલપુર તા-પ્રાંતિજ

(૨)કેતન તે ગલબાજી કોદરજી મકવાણાનો પાલક પુત્ર રહે,દલપુર તા-પ્રાંતિજ

આમ પ્રાંતિજ પોલીસને લુંટનો તથા ઘરફોડ તથા વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે વધુ તપાસ પ્રાતિજ પી.આઈ. કે.અેસ.બ્રાહ્મભટ્ટ અે હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!