ખેરાલુમાં અસામાજીક તત્વો દ્રારા પત્રકાર પર હુમલો કરાતાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું..

રાજેશ યોગી…મહેસાણા..
ખેરાલુમાં આલ્ફા હોટેલ પાસે સરકારી અનાજની શંકાસ્પદ ગાડીની તપાસ કરતાં એચ.બી.એન.ટી.વી. ન્યુઝના રીપોર્ટર સંજ્ય બારોટને અસામાજીક તત્વો દ્રારા ધમકી આપવામાં આવી હતી. વધુ વિગતમાં થોડાક દિવસો અગાઉ ખેરાલુ ખાતે એક હોટલ આગળ એક અનાજ ભરેલી ગાડી પાર્ક કરેલી હતી.ત્યાં હાજર રહેલા એચ.બી.એન.ટી.વી. ન્યુઝના રીપોર્ટર સંજ્ય બારોટને શંકાસ્પદ લાગતાં ગાડીના ડ્રાઈવરને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ ના મળતાં પત્રકારે તાત્કાલીક ખેરાલુ મામલતદારને ફોન કરી વિગત આપતાં મામલતદાર ઓફિસના કર્મચારી આવીને ગાડીને ખેરાલુ મામલતદાર કચેરી લઈ જઈ તપાસ કરી છોડી મૂકી હતી…આ બાબતે ખેરાલુના બે ઈશમોએ ટોળાં સાથે આવીને પત્રકારને ગાળો બોલીને ધમકી આપી હતી..જે બાબતની એચ.બી.એન.ટી.વી. ના માલિક દ્રારા એસ.પી.ને અરજી પણ કરવામાં આવી હતી. પત્રકારનો વિડીયો વાઈરલ થતાં ઉલટું ચોર કોટવાલ કો દાંટે જાવી પરિસ્થતિ સર્જાઈ હતી. પોલીસની મિલિભગતથી પત્રકાર પર જ ડ્રાઈવરને મારવાની ખોટી ફરીયાદ કરવામાં આવી હતી..જેના પગલે ખેરાલુ વડનગર તાલુકાના પત્રકારો દ્રારા ન્યાયની માંગણી સાથે ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.