ઈડર પોલીસે ચોરેલી મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપ્યા

ઈડર પોલીસે ચોરેલી મોટરસાયકલ સાથે બે ઈસમોને ઝડપ્યા
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય મંડલિક તથા ઈડર વિભાગનાબનાયબ પોલીસ વડાના સુચના મુજબ જીલ્લામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ  તથા વાહન ચોરી અટકાવવા પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરવા સુચનાથી આજરોજ પો.સ.ઈ. ડી.ડી.ચૌધરી તથા અ.હે.કો. લક્ષ્મણસિંહ જોરૂભા તથા પો.કો.પિનાકીન મહેશકુમાર, પો.કો.દિગ્વિજયસિંહ કરણસિંહ, નિકુલસિંહ મહેન્દ્રસિંહ તમામ પોલીસ સ્ટાફના માણસો સાથે ઈડરના વલાસણા ત્રણ રસ્તા બસ સ્ટેશન સામે રોડ ઉપર વાહન ચેંકિંગમા હતા તે દરમ્યાન હિંમતનગર તરફથી અેક મોટરસાયકલ આવતા તે મોટરસાયકલ ઉભુ રખાવી તે મો.સાના ચાલકનુ નામ ઠામ પુછતા તેને પોતાનુ નામ શ્રવણભાઈ રમેશભાઈ પારધી ઉવ.૨૦ રહે મેડી, તા કોટડા જી ઉદેપુર રાજસ્થાન તથા પાછળ બેસેલ ઈસમનુ નામ પુછતા આડુરાભાઈ ભાડુભાઈ પારધી ઉવ.૪૨ રહે મેડી રાજસ્થાન હાલ રહે વિઠ્ઠલભાઈ પટેલના કુવુ ઉપર નેત્રામલી નો હોવાનું જણાવેલ જેથી તે ઈસમો પાસે મો.સા.ના કાગળો માગતા તેની પાસે કાગળો  ન હતા જેથી તે મો.સા.કાળા કલરનુ હીરો પેશન પ્રો જેનો નંબર GJ 02 B.K 5683 નો હતો જેને પોકેટ કોપની મદદથી ચેક કરતા તે મો.સા. ચોરી બાબતે ઈડર પો.સ્ટે.ફ.ગુ.ર.નં ૧૨૦/૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુન્હામા ચોરી થયેલુ જણાઈ આવતા તે ગુન્હામા બીજી પણ મો.સા. GJ 09 CD 1660 બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતાછ કરતા તે બંને આરોપીઓઅે અેક કાળા કલરની સ્પેન્ડર મો.સા. સાપાવાડા નજીક રોડ ઉપરથી માબૅલના કારખાનામાંથી ચોરી કરેલાનુ જણાવેલ જે મો.સા. આરોપીઓ અે  તેમના શેઠ વિઠ્ઠલભાઈ પટેલના કુવા ઉપર મુકેલાની કબુલાત કરતા પોલીસે તે જગ્યાઅે જઈ મો.સા. મળી આવી હતી તેને કબ્જે લઈ વધુ તપાસ ઈડર પો.ઈ. અેમ.અેમ.સોલંકી અે હાથ ધરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!