લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે નહિ રમે

લિયોનલ મેસી પર ત્રણ મહિનાનો પ્રતિબંધ, આર્જેન્ટીના માટે નહિ રમે
Spread the love

આસુનસિઓન,
ફુટબોલની સંસ્થા CONMEBOLએ આર્જેન્ટીનાના સ્ટાર ફુટબોલર લિયોનલ મેસીને આંતરરાષ્ટ્રીય ફુટબોલથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. મેસીએ હાલમાં સમાપ્ત થયેલા કોપા અમેરિકા કપ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપ લગાવવાને કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દક્ષિણ અમેરિકી ફુટબોલ નિયંત્રણ સંસ્થાએ આ સાથે શુક્રવારે મેસી પર ૫૦ હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ તેના પર આર્જેન્ટીનાની ચિલી પર ૨-૧થી જીત બાદ કરવામાં આવેલી ટિપ્પણીને કારણે ફટકારવામાં આવ્યો છે. મેસી અને આર્જેન્ટીના આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરી શકે છે. આ પ્રતિબંધને કારણે મેસી આ વર્ષે ચાર મૈત્રી મુકાબલો રમી શકશે નહીં. ૩૨ વર્ષીય મેસી આર્જેન્ટીનાનો સપ્ટેમ્બર અને મેક્સિકો વિરુદ્ધ રમાનારી મેચ અને ઓક્ટોબરમાં જર્મની અને એક અન્ય ટીમ જેની પસંદગી હજુ બાકી છે જેની વિરુદ્ધ રમી શકશે નહીં. મેસી અને આર્જેન્ટીના ફુટબોલ સંઘ બંન્ને તરફથી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. મેસી ચિલી વિરુદ્ધ રમાયેલા મુકાબલામાં મળેલા રેડ કાર્ડને કારણે માર્ચમાં સાઉથ અમેરિકી વિશ્વ કપ ક્વોલિફાયર્સના પ્રથમ મુકાબલામાં રમી શક્યો નહતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!