સ્ટીવનો સફળ કમબૅક માટેનો સંકલ્પ તેની શાનદાર સદીમાં જાવા મળે છેઃ પીટર સ્મિથ

મેલબર્ન,
ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ઍશિઝ-ટેસ્ટમાં ૨૧૯ બાલમાં ૧૪૪ રન બનાવીને આૅસ્ટ્રેલિયાની ટીમને મોટી મુશ્કેલીમાંથી બહાર કાઢનાર ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિતના પિતા પીટર સ્મિથે એક અખબારી મુલાકાતમાં પુત્રની આ યાદગાર ઇનિંગ્સ વિશે કÌšં હતું કે ‘સ્ટીવ છેલ્લાં કેટલાક મહિનાઓની માનસિક યાતના પછી તેમ જ લોકોના પ્રચંડ દબાણ વચ્ચે કાબિલેદાદ ઇનિંગ્સ રમ્યો છે. આ તેની સર્વશ્રેષ્ઠ નહીં તો એક શ્રેષ્ઠ ઇનિંગ્સ તો કહેવાશે જ.’ ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં બાલ સાથે ચેડાં કરવાનો ગુનો સાથી ખેલાડી કૅમેરોન બૅન્ક્રોફ્ટને કરાવવામાં ડેવિડ વાર્નર સાથે મળીને મોટી ભૂમિકા ભજવવા બદલ સ્ટીવ સ્મિતના રમવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. જાકે, શરૂઆતથી છેક સુધી સ્ટીવને પિતા પીટરને બહુ સારો સાથ મળી રહ્યો હતો. એ આઘાત અને યાતનામાંથી બહાર આવવા પીટર સ્મિથે પુત્રનું મનોબળ વધાર્યું હતું. એક તરફ મીડિયાની અને અસંખ્ય લોકોની સ્ટીવ પર પસ્તાળ પડી હતી ત્યારે બીજી બાજુ પિતા પીટરે તેને મન પર સંયમ રાખવાની સલાહ આપી હતી. પીટર સ્મિથે વધુમાં કહ્યું હતું કે ‘કમબૅકના આ સફળ સ્તર સુધી પહોંચવા તેણે ખૂબ મહેનત કરી હતી. એ કપરો સમયકાળ જાણે તેની સૌથી કઠિન ઇનિંગ્સોમાંની એક હતી. જાકે, તેણે સફળ કમબૅક માટે જે સંકલ્પ કર્યો હતો એ તેની આ સેન્ચુરીમાં જાવા મળે છે. હું લાડ્ર્સમાં રમાનારી બીજી ટેસ્ટ જાવા લંડન જવાની તૈયારી કરી રહ્યો છું. ત્યાં જઈને હું મારા પરિવારજનો સાથે જાડાઈ જઈશ.’