વિરમગામ નવ સૈયદ કબ્રસ્તાન ખાતે યુવાઓ દ્વારા વૃક્ષારોપણ

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામ-શહેરમાં નવ સૈયદ કબ્રસ્તાન રૈયાપુર ત્રણ રસ્તા પાસે રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ ના કારણે વાતાવરણમાં ભીષણ ગરમી વ્યાપી રહી છે.વરસાદ પણ સમયસર આવતો નથી .આ તમામ બાબતો માટે મનુષ્ય જ જવાબદાર છે.કેમ કે એને પોતાના નિજી સ્વાર્થ માટે વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું છે અને પર્યાવરણ માં ખલેલ પહોંચાડી છે તો માનવ સભ્યતાને કુદરત સાથે આત્મીયતા નો સંદેશ આપવા માટે વિરમગામ નવ સૈયદ કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. વિરમગામ વિધાનસભા આઈ.ટી. સેલ પ્રભારી શૈફાનભાઈ ઘાંચી અને અન્ય યુવાઓ દ્વારા પર્યાવરણ ને બચાવી રાખવા માટે વૃક્ષો નું શું મહત્વ છે એ વિશે સમાજ માં જાગરૂકતા આવે એ હેતુથી વૃક્ષો વાવી ને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે તેમાં ૩૦ થી પણ વધુ વૃક્ષ ના રોપા રોપવામાં આવ્યા અને દર વર્ષે વધુ વૃક્ષો વાવવા માટે પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.