ધાનેરા પોલીસે બાતમી ના આધારે નાકાબંધી કરી ને ઝેન ગાડી માંથી 150 લીટર દેશી દારૂ ઝડપ્યો

ધાનેરા પોલીસ ને બાતમી મળતા ધાનેરા પોલીસે ટ્રાફિક જમાદાર ભરત ભાઈ ને જાણ કરતા ભરતભાઇ એ નાકાબંધી કરી ને ઝેન ગાડી રોકવી હતી ધાનેરા પોલીસે ઝેન ગાડી માં તપાસ કરતા 150 લીટર દેશી દારૂ સાથે બે ઈસમો ની ધરપકડ કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે ખીમત ગામ થી ધાનેરા તરફ આવી રહેલા દેશી દારૂ ની બાતમી મળતા ધાનેરા પોલીસ ના હાથે દારૂ પકડાઈ જવા પામ્યો છે જો ધાનેરા પોલીસ દેશી દારૂ પકડી રહી છે ત્યારે ત્યાંના બીટ જમાદાર સુ કરી રહ્યા છે ? કે પછી ગુજરાતની દારૂબંધી માં બીટ જમાદાર ને કોઈ રસ નથી જે હોય તે પણ ધાનેરા પોલીસે દારૂ પકડી લીધો એ વાત માં જ દમ છે બાકી બીટ જમાદાર ના ભરોસે તો કદાચ આ ગાડી પણ પકડાઈ ન હોત..