બ્રેટ લી બાદ શોએબ અખ્તરે પણ ટેસ્ટમાં જર્સી નંબરની મજાક ઉડાવી

બ્રેટ લી બાદ શોએબ અખ્તરે પણ ટેસ્ટમાં જર્સી નંબરની મજાક ઉડાવી
Spread the love

ઇસ્લામાબાદ,
આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓની જર્સી પર તેના નામ અને નંબર લખાવવાનું નવું ચલણ શરૂ થયું છે, જેની આલોચના ઓસ્ટ્રેલિયાના બે દિગ્ગજ બ્રેટ લી અને એડમ ગિલક્રિસ્ટ કરી ચુક્યા છે. હવે આ યાદીમાં પાકિસ્તાનના શોએબ અખ્તરનું નામ પણ જાડાઇ ચુક્યુંછે. અખ્તરે કહયું કે, ટેસ્ટમાં સફેદ જર્સીની પાછળ નામ અને નંબર લખેલા જાઈને ખરાબ લાગે છે. આ પૂર્વ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ને પોતાનો નિર્ણય બદલવાનું કર્યું છે. આ સમય ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા એશિઝ સિરીઝ રમી રહ્યાં છે જે ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત આવે છે. આ સિરીઝમાં બંન્ને ટીમના ખેલાડીઓની જર્સીની પાછળ નામ અને નંબર લખેલા છે. આઈસીસીએ સફેદ જર્સીની પાછળ નામ અને નંબરનો નિયમ તે માટે લાગૂ કર્યો જેથી પ્રશંસકો ખેલાડીઓની સાથે જાડાઈ શકે. શોએબે ટ્‌વીટ કર્યું, ‘સફેદ કિટ પર ખેલાડીનું નામ અને નંબર લખવા ખુબ ખરાબ લાગી રહ્યાં છે. આ રમતને તે પરંપરાગત ભાવનાથી બહાર કાઢવી છે જેની સાથે અત્યાર સુધી રમવામાં આવતી હતી. આ નિર્ણયમાં ફેરફાર કરવો જાઈએ.’

Admin

Admin

9909969099
Right Click Disabled!