પૂર્ણા નદીના પાણી શાળામાં ભરાઇ જતા ૩૦૦ વિદ્યાર્થિઓનું રેસ્ક્યુ

ડાંગ,
ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ત્યારે સુબિરના મહાલ ખાતે પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ફોરેસ્ટના કર્મચારીઓ દ્વારા રેસ્ક્્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.
ડાંગમાં ભારે વરસાદને કારણે જિલ્લાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે. જેના કારણે પૂર્ણા નદીના પાણી સમગ્ર મહાલ વિસ્તારમાં પસરી ગાયા છે. જેના કારણે મહાલ ખાતે આવેલ એખલવ્ય મોડેલ સ્કૂલમાં પૂર્ણા નદીના પાણી ભરાઇ જતા ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાઇ ગયા હતા. ઉત્તર ડાંગના ફોરેસ્ટના કર્મચારીઓએ આ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને રેસ્ક્્યૂ કરી બહાર કાઢ્યા હતા. ત્યારે આ તમામ વિદ્યાર્થીઓને મહાલના વન વિભાગના રેસ્ટ હાઉસમાં આશરો આપ્યો છે.
છેલ્લા કલાકમાં સૌથી વધુ સુબિર તાલુકમાં ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગમાં ભારે વરસાદને પગલે શિક્ષણ વિભાગે શાળા કોલેજામાં રજા જાહેર કરી છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળા, ખાનગી શાળા અને કોલેજામાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી.