કલમ ૩૭૦ હટતા આફ્રિદી ભડક્યો, ગંભીર બોલ્યોઃ ‘બેટા બધું બરાબર થઇ જશે’

કલમ ૩૭૦ હટતા આફ્રિદી ભડક્યો, ગંભીર બોલ્યોઃ ‘બેટા બધું બરાબર થઇ જશે’
Spread the love

ન્યુ દિલ્હી,
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા પર રોષે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદિને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે મંગળવારે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે તેમના એક ટિવટમાં અફ્રિદિને શાંત રહેવાની સલાહ આપતા કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’ ગૌતમે તેમના એક ટિવટમાં લખ્યું, શાહિદ આફ્રિદિએ આ મુદ્દે એક અભિપ્રાય આપ્યો છે. તે કહી રહ્યો છે કે, અકારણ આક્રમતા અને માનવતા વિરોધી ગુના થઇ રહ્યાં છે. પરંતુ તેઓ એક વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા છે કે, આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઇ રહ્યું છે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’ ખરેખરમાં, જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ દૂર કરવાથી પાડોસી દેશ પાકિસ્તાન આકુળ-વ્યાકુળ બની ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદિએ સોમવારે એક ટિવટ દ્વારા તેની વ્યાકુળતા વ્યક્ત કરી હતી. તેણે તેના ટિવટમાં લખ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવના આધારે કાશ્મીરીઓને તેમના અધિકાર આપવો જાઈએ. સ્વતંત્રતાનો અધિકાર જે આપણાં બધાને છે. યુનાઇટેડ નેશન્સ કેમ બનાવવામાં આવ્યું છે અને કેમ સૂઈ રહ્યું છે? કાશ્મીરમાં સતત જે માનવતા વિરોધી અકારણ આક્રમતા અને ગુના થઇ રહ્યાં છે. તેને પર ધ્યાન આપવું જાઇએ. ડોનાલ ટ્રમ્પ (અમેરિકાના રાષ્ટ્રપતિ)ને આ મામલે જરૂરી રીતથી મધ્યસ્થની ભૂમિકા અદા કરવી જાઇએ.

Admin

Admin

9909969099
Right Click Disabled!