પી.એન.પંડ્યા, કોલેજ, લુણાવાડા ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી કરાઇ

લુણાવાડા,
મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત પી.એન.પંડ્યા, કોલેજ, લુણાવાડા-મહીસાગર ખાતે મહિલા શિક્ષણ દિવસની ઉજવણી જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મગંલ દિપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં ફક્ત શિક્ષણ જ નહિ કારકિર્દીનું પણ ખૂબ મહત્વ રહેલું છે.