આરોગ્ય વિભાગ ધંધુકા/ધોલેરા દ્વારા “રાષ્ટ્રીય કુમી મુક્તિ દિવસ”ની ઉજવણી

ધીરજ પટેલ
ધંધુકા/ધોલેરા તાલુકાની આંગણવાડી, પ્રાથમીક શાળા,માધ્યમીક શાળા ના ૧થી૧૯ વર્ષના બાળકોને કુમીનાશક દવાની ગોળી આપવામાં આવી.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડો.શિલ્પા યાદવ, જીલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌતમ નાયક ની સુચના અને માર્ગદર્શન હેઠળ ધંધુકા તાલુકા આરોગ્ય અધિકારી ડો.દિનેશ.પટેલની અધ્યક્ષતા માં ધંધુકા અને ધોલેરા તાલુકાના તમામ આંગણવાડી, માધ્યમીક શાળા, પ્રાથમીકશાળાના ૧ થી ૧૯ વર્ષના બાળકોને “રાષ્ટ્રીય કુમી મુક્તિ દિવસ” ના ભાગરૂપે કુમીનાશક ગોળી આપવામાં આવેલ. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો.દિનેશ પટેલ જણાવ્યુ હતુ કે બાળકોનુ સારૂ આરોગ્ય, પુરતા પોષણ મળે અને જીવન ગુણવતતા સુધરે તે માટે કુમીનાશક દવા આપવામાં આવે છે. આ દવાથી બાળકોને કુમીથી મુક્તિ મળે છે. આ કુમિનાશક દવા લેવાથી બાળકમાં એનીમીયાનું પ્રમાણ ઓછુ થાય છે. બાળકોનો શારીરીક અને માનસીક વિકાસમાં વધારો થાય છે.
વજનમાં વધારો થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, બાળકો ની એકાગ્રતામાં વધારો થાય છે જેથી શાળા ના ભણતરમાં પણ સુધારો જોવા મળે છે. વધુમાં ભડીયાદ આયુષ મેડીકલ ઓફીસર ડો.સિરાજ દેસાઈ એ જણાવ્યુ હતુકે ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોએ વર્ષમાં બે વાર કુમિનાશક દવા ફરજીયાત લેવી જોઈએ. હજુ પણ જે બાળકો બાકી રહી ગયા હશે તેવા બાળકોને ૧૬મી ઓગસ્ટના મોપ અપ રાઉન્ડમાં આવરી લેવામાં આવશે. આરોગ્ય વિભાગના સાથે સાથે આઈસીડીએસ વિભાગના આંગણવાડી બેહનો, શિક્ષણ વિભાગના પ્રાથમીક અને માધ્યમીક શાળાના શિક્ષકો વગેરે દ્વારા કુમિનાશક દિવસની ઉજવણીમાં ભાગ લેવામાં આવેલ.