૧૦૦% શૌચાલય ધરાવતા ૩૦ મહિલા સરપંચોનુ સન્માન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
રાજયસરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગ દ્રારા મહિલા સશકિતકરણ પખવાડીયાનીજિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે આ અંતર્ગત ગુરુવારના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે ” મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની”મહાલક્ષ્મી ટાઉન હોલમોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો.હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં કરવામાં કરવામાં આવી.
આ પ્રસંગે કલેકટશ્રીએ જણાવ્યુ હતુ કે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ હાથમાં ઝાડુ લઇ સફાઇ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતોઅરવલ્લી જિલ્લામાં સ્વચ્છતા જાળવવામાં પુરુષો કરતાં મહિલાઓની કામગીરી અગ્રેસર રહેલી છે જેનાથકી આજે શ્રેષ્ઠ કામગીરી કરી જિલ્લો ૧૦૦ ટકા સૌચાલય બનાવી જાહેરમાં શૌચક્રિયા કરતા અટકાવ્યા તથા ઘન કચરાનો નિકાલ કરવાથી ઘર, ગામ અને જિલ્લામાં સ્વચ્છતા જોવા મળે છે અરવલ્લી જિલ્લો સ્વચ્છતાની બાબતમાં રાજયમાં ૭ મા ક્રમે રહયો છે પાણીનો વપરાશ સમજી વિચારી કરવા પણ જણાવ્યુ હતુ જિલ્લાની સ્વચ્છતા રાખવા માટે સૌ મહિલાઓ આગળ આવી જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા જણાવ્યુ હતુ.
આ પ્રસંગે હર્ષિત ગોસાવીએ જણાવ્યુ હતુ કે ભારતની મહિલાઓ પોતના પગભર બની રહી છે તથા સરકારે મહિલાઓને દરેક ક્ષેત્રમાં પોતાની ભાગીદારી નોંધાવી છે સ્વચ્છતા માત્ર શરીરની નહી પરંતુ માનસિક ,વ્યકિતગત અને સામાજિક સ્વચ્છતા રાખવાથી વ્યકિતના દરેક ક્ષેત્રમાં સ્વચ્છતા આવી જાય છે સરકાર સારુ કામ કરે એને સન્માન કરે છે મહિલાઓનુ સશકિતકરણ કરી મહિલાઓના જીવનમાં અમૂલ પરિવર્તન આવ્યુ છે રાજયમાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત જેવી સંસ્થાઓમાં પણ મહિલાઓએ સબળ નેતૃત્વ પુરુ પાડી સમાજ અને દેશ માટેના નારી શકિતના દર્શન કરાવ્યા છે.
આ પ્રસંગે માલતીબેન ઉપાધ્યાયે મહિલાઓને કઇ અવસ્થામાં કઇ રીતની સ્વચ્છતા રાખવી તે એંગેની વિસૃત વિગતો પુરી પાડી હતી તથા દિપ્તીબેને આરોગ્યની કાળજી રાખવા માટે સૌ મહિલાઅને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લામાં ૧૦૦% શૌચાલય ધરાવતા ૩૦ મહિલા સરપંચોનુ સન્માન અરવલ્લી જિલ્લા કલેકટરશ્રી એમ.નાગરાજનના અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ર્ડો.હર્ષિત ગોસાવી તથા મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યુ આવ્યુ હતુ. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા મહિલા શકિત કેન્દ્ર અરવલ્લી, પરખ સંસ્થા, ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિવિધ સંસ્થાના મહિલાઓ, મહિલા સરપંચો જિલ્લા ગ્રામ વિકાસ એન્સીના કર્મચારીઓ તથા અભયમ ૧૮૧ ના મહિલા કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.