વિરમગામ નગરપાલીકા ખાતે મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી

વંદના નીલકંઠ વાસુકિયા –વિરમગામ
મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ નગરપાલીકા સભાખંડ ખાતે આયોજિત મહિલા સ્વચ્છતા દિવસની ઉજવણી કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલીકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, ડીસીએમ કોલેજના ઉલાબેન,આઇસીડીએસ વિભાગના સીડીપીઓ રતનબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.