MI SUPPLEMENT દ્વારા બાળક ની વૃદ્ધિ વિકાસ અને કુપોષણ અંગે સેમિનાર

કુપોષણ થી બચવા માટે અને બાળકની વૃદ્ધિ અને વિકાસ માટે MI SUPPLEMENT અમદાવાદ ના એએમએ ખાતે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 150 થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી.ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકાસશીલ દેશોમાંનો એક દેશ છે અને આપણી સરકાર કુપોષણ વિરોધી બહુ મોટો કાર્યક્રમ પણ ચલાવી રહી છે તેમ છતાં આપણા દેશના બાળકો કુપોષણ નો શિકાર છે ઘણાં બધા બાળકો કુપોષણ હેઠળ જીવી રહ્યા છે.
MI SUPPLEMENT એ બાળકોને મળતા પોષણ માટેની એક પહેલ છે.અમો છેલ્લા 20 વર્ષથી ન્યૂટ્રિશિયન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છીએ અમે ઘણી સુપ્રસિદ્ધ અને સુવિખ્યાત પોષણયુક્ત બ્રાન્ડના ઉત્પાદક અને માર્કેટર છીએ.અમે ક્લિનિકલ પોષણમાં પણ ઘણો આગળ પડતો ભાગ ભજવીએ છીએ.ન્યૂટ્રિશિયન સાયન્ટિસ્ટ,ડાયટિશિયન તેમજ લેટેસ્ટ ટેક્નોલોજી થી સજ્જ એવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે.
આ સેમિનાર માં વક્તા તરીકે અગ્રણી ડાયટેશિયન શ્વેતા નાગર,ડૉ.પ્રતીક્ષા પરીખ(ડિરેક્ટર,ત્રિપદા ગ્રુપ ઓફ સ્કૂલ) અને ડૉ.રિચા સોની (આસિસ્ટન્ટ પ્રોફેસર,ગુજરાત યુનિવર્સીટી) હાજર રહ્યા હતા
M ISUPPLEMENT ના ફાઉન્ડર કલ્પેશ લાધવાલા એ જણાવ્યું હતું કે,” બાળકોમાં વધતી જતી કુપોષણતા ને ખુબ ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે પોષણ ની દિશામાં એક નવીનતમ પગલું ભરી રહ્યા છીએ.અમે લોકોને યોગ્ય પોષણ યુક્ત અને આરોગ્યપ્રદ આહાર જ લેવો જોઈએ તેના વિશે જાગૃતિ નું કામ કરી રહ્યા છીએ.અમારો મુખ્ય ઉદેશ એ છેકે,”લોકોને કસ્ટમાઇઝડ સપ્લીમેન્ટ વિશે સમજવાનો તેમ જ અમારા દરેક વ્યક્તિ માટે તેના અનુરૂપ કસ્ટમાઇઝડ સપ્લીમેન્ટ બનાવી આપવાનો છે.દરેક વ્યક્તિ ની જરૂરિયાત પ્રમાણે આહાર જો તમે આપો તો ધટાડો કરી શકાય તેમ છે.દર 4 બાળકે 1 બાળક કુપોષણ થી પીડાય છે.
વધુમાં કલ્પેશ ભાઈ એ જણાવ્યું હતું કે,”MI SUPPLEMENT નો મુખ્ય ઉદેશ એ છે કે તમારી ન્યૂટ્રિશિયન ની રિક્વાર્મેન્ટ ને સમજવું જોઈએ, બજાર માં મળતા સપ્લીમેન્ટ ચેક કરો તે તમારી જરૂરિયાત પ્રમાણે હોય તો જ લેવા જોઈએ।