ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ

ધરમપુર ખાતે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઇ
Spread the love

વલસાડ,
વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિરત એસ.એમ.એસ.એમ. હાઇસ્કૂ લ ખાતે સામાજિક ન્યા ય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યડક્ષતામાં આંતરરાષ્ટ્રીતય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના શુભારંભ આદિવાસીઓના કૂળદેવી અને દેવીદેવતાઓને પુષ્પમ અર્પણ સાથે દીપપ્રાગટય થકી કરવામાં આવ્યોી હતો.
આ અવસરે મંત્રી ઇશ્વરભાઇ પરમારે સ્વાેતંત્ર્ય સંગ્રામમાં શહીદ થયેલા આદિવાસીઓને નમન કરી આદિવાસીના ભગવાન બિરસામુંડાને વંદન પાઠવતાં જણાવ્યુંા હતું કે, આજના દિવસનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ તે માત્ર ઉજવણી પૂラરતું સિમિત નથી. આ દિવસ સમગ્ર વિશ્વમાં વસતા આદિવાસીઓ માટે તેમનો વારસો, સંસ્કૃનતિ, ભાષા વગેરે અધિકારો માટે સંકલ્પ બધ્ધラ થવાનો દિવસ છે. આદિવાસીના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરતાં જણાવ્યુંુ હતું કે, ભાવનગરના રાજા ગોહિલ, સોમનાથ મંદિર બચાવવા સહયોગ આપનાર વેગળા ભીલ, મહારાજા પ્રતાપને હલ્દી્ઘાટી યુદ્ધમાં આદિવાસી ભાઇઓએ, શ્રીરામને લંકા વિજયમાં પણ આદિવાસીઓએ મદદ કરી હતી. શબરીમાતાના એઠા બોર શ્રીરામે ખાધા હતા. રાજ્યા સરકારે આદિવાસીઓના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના થકી છેવાડાના માનવી આર્થિક રીતે સધ્ધેર બન્યોટ છે. આદિવાસીના વિદ્યાર્થીઓ ઉચ્ચક શિક્ષણ મેળવી શકે તે હેતુસર નર્મદા ખાતે આદિવાસી યુનિવર્સિટી બનાવવામાં આવી છે. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઇ માળીએ આદિવાસી દિવસની શુભેચ્છાદ પાઠવતાં જણાવ્યુંવ હતું કે, મહારાણા પ્રતાપથી લઇ મહાત્માગ ગાંધીજી સુધી સ્વનતંત્રતા આંદોલનમાં સૌથી વધુ સક્રિય લડતમાં આદિવાસી સમાજનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા તેમજ આદિવાસીઓના વિકાસ માટે રાજ્યસ સરકારે અમલી બનાવેલી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ધરમપુર ધારાસભ્યો અરવિંદભાઇ પટેલે જણાવ્યુંી હતું કે, આજે દેશ જે ગતિથી આગળ વધી રહ્યો છે, તેમાં આદિવાસીઓ પાછળ ન રહી જાય તે માટે આવા કાર્યક્રમો યોજવામાં આવે છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસીઓના વિકાસ માટે રાજ્યલ સરકારે અનેક યોજનાઓનો અમલ કરી રહી છે. ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે આદિવાસી વિસ્‍તારમાં થયેલા નુકશાનને ભરપાઇ કરવા માટે રાજ્યઓ સરકારે વિશેષ આયોજન કર્યું છે. તેઓ આદિવાસીઓની પ્રગતિ માટે હંમેશા તત્પરર રહેશે તેમ જણાવ્યુંર હતું.વલસાડ કલેક્ટયર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે, આદિવાસીઓની તેમની કુળદેવી કંસેરી માતાની પૂજા ખૂબ જ ભાવપૂર્વક કરે છે. અહીંના સહનશીલ અને સંવેદનશીલ આદિવાસીઓમાં સિકલસેલ એનીમીયા જેવા રોગો ઘર ન કરી જાય તે માટે વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. કુપોષણ સામે રક્ષણ મેળવવા પોષણયુક્તી આહાર લેવા તેમજ આદિવાસીઓના બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા એકલવ્યક મોડેલ સ્કૂ.લમાં ભણતર મેળવવા સાથે તમામ આદિવાસી એક સમાન છે, એ સૂત્રને સાકાર કરવા એકબીજાને મદદ કરી આગળ વધવા અનુરોધ કર્યો હતો.
પ્રાયોજના વહીવટદાર બી.કે.વસાવાએ સ્વાેગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યોક હતો.
આ અવસરે તેજસ્વીદ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ, સ્પસર્ધાઓ, શ્રેષ્ઠો પશુપાલકો, ખેડૂતો અને સામાજિક કાર્યકરોનું સન્મા-ન કરવાની સાથે લાભાર્થીઓને લાભોનું વિતરણ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેગ કરવામાં આવ્યુંર હતું.
ધરમપુર તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ આદિવાસી નૃત્યન સહિત વિવિધ સાંસ્કૃવતિક કાર્યક્રમો રજૂ કરી સૌના મન જીતી લીધાં હતાં. નગરપાલિકા હાઇસ્કૂિલના શિક્ષક અરવિંદભાઇ પટેલે સ્વા તંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોનું યોગદાન વિષય ઉપર વક્ત વ્યી રજુ કર્યું હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેિ એસ.એમ.એસ.એમ. હાઇસ્કૂ લના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુંે હતું. ઉપસ્થિેત મહાનુભાવો અને આદિવાસી ભાઇ-બહેનોએ બેટી બચાવોના શપથ લીધા હતી. આદિજાતિ વિકાસયાત્રાની ડોકયુમેન્ટષરી ફિલ્મ્નું નિદર્શન કરાયું હતું.
ટી.એસ.એસ.પી.ના મદદનીશ કમિશનર ડી.સી.ઠાકુરે આભારવિધિ કરી હતી.
આ અવસરે ધારાસભ્યત ભરતભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, ચીફ ઓફિસર જયેશભાઇ પરમાર, તાલુકા પંચાયતન પ્રમુખ પ્રિયંકાબેન, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ, પ્રાંત અધિકારી રવિન્દ્રો ખતાલે સહિત મોટી સંખ્યા માં આદિવાસી ભાઇ-બહેનો હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!