અંકલેશ્વરમાં થયેલ ૪ લાખની લૂંટનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ગત તા. ૦૮/૦૮/૨૦૧૯ ના રોજ અંદાડા ગામે છાપરા પાટિયા પાસે આવેલ “શ્રીજી ટેલિકોમ” ની ઓફીસ માં નોકરી કરતા ફરીયાદી ઉમેશભાઈ બલીરામ શાહ અંકલેશ્વર વિસ્તારમાં આવેલ અલગ અલગ મોબાઈલ નું દુકાનો પરથી મની એક્સચેન્જ નું ૪,૧૬,૩૦૦/- નું કલેકશન કરી બપોર ના અઢી વાગ્યા ની આસપાસ પોતાની એકટીવા સ્કુટર લઈ ને ને.હા. ૪૮ થી વાઘી રોડ પર થઈ અંદાડા તરફ જતા હતા દરમ્યાન તુલસીનગર પાસે રોડ પર એક યુનિકોન બાઈક પર ત્રણ ઈસમોએ આવી ફરિયાદીની એક્ટિવા રોકી હિન્દીમાં સરનામું પૂછવાનું બહાનું કરી ફરીયાદી પાસેથી રોકડા રૂપિયાનો થેલો ઝૂંટવી લૂંટ કરી નાસી ગયેલ જે બાબતે અંકલેશ્વર શહેર પો.સ્ટે. માં ગુનો દાખલ થયેલ.