સાબરડેરી દ્વારા અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના ગામેગામ દૂધ મંડળીઓ મારફતે વૃક્ષારોપણ કાર્યક્રમ

સાબરડેરી દ્વારા અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાના ગામેગામ દૂધ મંડળીઓ મારફતે વૃક્ષારોપણ કાર્યક્રમ
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

સાબરડેરી દવારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા માં ચાલુ વર્ષે લાખો રોપાનું વાવેતર ના ભાગ રૂપે હિંમતનગર  તાલુકા ના રામપુર (જાંબુડી ) ખાતે સાબરડેરીના ડિરેકટર જેઠાભાઈ પ્રભુદાસભાઈ પટેલ અને ડિરેકટર ડોકટર વિપુલભાઈ આર પટેલની ઉપસ્થિત માં વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરેલું જેમાં રામપુર જાબુડી ગામેની દૂધ મંડળીના ગામ આગેવાનો મંડળીના ચેરમેન પટેલ મુકેશભાઈ તથા પટેલ નરસિંહ ભાઈ સહકારી જીન ચેરમેન માજી ચેરમેન પટેલ જીતેન્દ્રભાઈ  મેનેજર આર બી પટેલ, ઇનચાર્જ દિલીપભાઇ પટેલ, સુપરવાઇઝર  પટેલ નટવરભાઈ, પટેલ કીર્તિભાઈ. દ્વારા રામપુર ( જાંબુડી) દૂધ મંડળી માં ગામ આગેવાનો તથા મંડળીનાં કર્મચારીઓ દ્વારા ગ્લોબ વોર્મિંગ ને દૂર કરવા માટે હરિયાળી ક્રાંતિ લાવવા માટે  1000 વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું તેમજ ધનપુરા દૂધ મંડળી ધનપુરા ચેરમેન પટેલ કાલીદાસ, પટેલ  અંરવિદભાઇ, પટેલ નારાયણભાઈ, પટેલ ભરતભાઈ દ્વારા 101 ફાલાઉ તેમજ ઇમારતી વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું તેમજ અન્ય ખેડૂતોને રોપા વિતરણ કરવામાં આવ્યું હતું  આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સાબર ડેરીના એમ પી ઓ વિભાગ દ્વારા થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!