આરોગ્ય વિભાગ ધંધુકા દ્વારા ધોલેરાના પુરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી

ધીરજ પટેલ, સોલા અમદાવાદ
ધોલેરા તાલુકા માં વરસાદી પાણી ગામો ભરાયા હતા .. લોકો ને આરોગ્ય ની સુવિધા મળે અને રોગચાળા અટકે તે હેતુસર તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ તાલુકા ના ગામો માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભડિયાદ પીપળી ધોલરા આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોલેરા ના ગામો માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવા માં આવેલ .તેમજ સોઢી ગામ માં સગર્ભા બેન ને આરોગ્ય વિભાગ દ્વારા સલામત ધસમસતા પાણી માં સુરક્ષિત સ્થળ પર લઈ જઈ પ્રસુતિ કરાવવા માં આવી .બુરહાન પુર અને નવાગામ માં સગર્ભા બેનો ની તાપસ કરવા માં આવી વધુ માં ભડિયાદ મેડિકલ ઓફિસર ડો. સીરાજ દેસાઈ જણાવ્યુ હતુ કે લોકો પીવા નું પાણી ઉકાળી ને જ પીવે. ગ્રામપંચાયત દ્વારા દવા છંટકાવ કરવા માં આવી રહીયો છે .ગામ માં આશા બહેનો અને સ્ટાફ દ્વારા ઘેર ઘેર આરોગ્યલક્ષી સર્વે કરવા માં આવી રહીયો છે. લોકો ને આરોગ્ય સુવિધા માલી રહે તે માટે સતત આરોગ્ય નો સ્ટાફ ધોલેરા ના ગામો માં સેવા આપી રહિયા છે.