દામનગર શહેરમાં વેજનાથ થી કુંભનાથ પાલખી યાત્રા

Post Views:
369
દામનગર શહેર માં.ઐતિહાસિક પાલખી યાત્રા વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચી કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય નું મહાપ્રસાદ સાથે અદભુત આયોજન
વરસતા વરસાદ માં પાંચ હજાર થી વધુ ભાવિકો ના ગગન ભેદી હરહર મહાદેવ ના નાદ સાથે દામનગર શહેર ના મુખ્ય માર્ગો પર દર્શનીય નજારા સાથે ફરી પોર ના બે કલાકે વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન થઈ સરદાર ચોક ખાતે મોટા પીર ની દરગાહ પર ચાદર ચડાવી આગળ વધી પુષ્ટીમાર્ગીય હવેલી કૃષ્ણ મેળાપ કરી માણેક ચોક લાડનશાપીર ની દરગાહ પર ચાદર ચડાવી રામજી મંદીર પુષ્પહાર કરી ખોડિયાર ચોક ખાતે માતાજી ને ધૂપદીપ પુષ્પ અર્પણ કરી રોકડીયા હનુમાનજી મંદીર પુષ્પહાર ચડાવી જૂની શાક માર્કેટ થઈ મોટા બસ સ્ટેન્ડ ગેબનાશપીર ની દરગાહ પર ચાદર ચડાવી પોલીસ સ્ટેશન સિવિલ હોસ્પિટલ રોડ થી હરહર મહાદેવ ના જયઘોષ સાથે સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના પટાંગણમાં વિસર્જન થઈ કોમી એકતા ભાતૃ પ્રેમ એકેયતા નો અદભુત સંદેશ આપતા પાલખી યાત્રા ના રૂટ પર ઠેર ઠેર ચા શરબત પ્રસાદ પાણી ની સુંદર વ્યવસ્થા કરતી સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓ દાઉદી વ્હોરા સમાજ દ્વારા ચા ની સેવા ઋષિવંશી સમાજ દ્વારા શરબત ઉપરાંત કુંભનાથ મહાદેવ મંદિર સંકુલ માં પ્રસાદ ની સફાઈ સેવા કરી પાલખી યાત્રા ને કમ્પાઉન્ડ આપતા સૂર્ય મુખી ધૂન મંડળ ના યુવાનો ગુલાબી યુનિફોર્મ માં ફૂલગુલાબી સેવા પ્રસાદ વિતરણ માટે શેક્ષણિક સંસ્થા નવજ્યોત સ્કૂલ દ્વારા સુંદર સેવા આપી પાલખી યાત્રા ના રૂટ પર પોલીસ હોમગાર્ડ જવાનો નો એ સતત ખડે પગે રહી ટ્રાફિક નિયમન ની સુંદર સેવા આપી હતી પુરા અદબ સાથે ધર્મ ઉલ્લાસ થી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભનાથ મહાદેવ પહોંચતી પાલખી યાત્રા માં ધર્મ સેવા સમર્પણ એકતા સામાજિક સંવાદિતા નો સુંદર સંયોગ જોવા મળ્યો હતો યાત્રા રૂટ પર ઠેર ઠેર રસ્તા ની બંને બાજુ દર્શનાર્થીઓ ની કતારો લાગી હતી સ્વંયમભુ ઉત્સાહ સાથે દામનગર શહેર બપોર પછી બંધ રહ્યું વેપારી ઓ રત્નકલાકારો ઉદ્યોગ ઘંધા રોજગાર બંધ રાખી પાલખી યાત્રા માં જોડાતા ભાવિકો માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો
.