નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડતી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ

ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓ મા નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે પોસઇ શ્રી એસ એન ગોહિલ નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ ના માણસો વોચ માં હતા તે સમયે PC રાકેશભાઈ ચંદુલાલ ની બાતમીના આધારે નીચે ના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે
અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. ગુ.ર. નં. ૨૬૫/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫-એ.ઈ.,૯૮(૨),૮૧ મુજબ
ઉપરોક્ત ગુનામાં છેલ્લા નવ માસ થી નાસતા ફરતા આરોપી બુધભાઈ સોમાભાઈ વસાવા રહે. કોસંબા ગામ સિંગલ ફળિયું તા. માંગરોળ જી. સુરત ના ને તા. ૧૨/૦૮/૨૦૧૯ ના ક. ૧૯/૩૦ વાગે C.R.P.C. કલમ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી અંકલેશ્વર રૂરલ પો.સ્ટે. માં આગળ ની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ના અ. હે.કો. જ્યેન્દ્રસિંહ મહોબતસિંહ, PC રાકેશકુમાર ચંદુલાલ તથા LRPC અનિલભાઈ દિતાભાઈ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.