મેઘરજ : બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ડીજીપીશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રીની સૂચનાનુસાર પોલીસ અધિક્ષકશ્રી , મયુર પાટીલ મોડાસા , અરવલ્લી નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા અંગે માર્ગદર્શન અને સુચના આપવામાં આવેલ . જે સુચના અન્વયે પોલીસ ઇન્સ . એન . કે . રબારી , એલ . સી . બી . અરવલ્લી ધ્વારા નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવેલ. જે દરમ્યાન અ.હે.કો. મનહરસિંહ દાનસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે , મેઘરજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ . ર . નં . ૦૦૪૫/૧૭ ઇ .પી .કો . કલમ ૩૬૩ , ૩૬૬ પોક્સો એકટ કલમ ૮ , ૧૨ , ૧૭ મુજબના કામનો આરોપી વિક્રમભાઇ ચડુભાઇ બારીઆ રહે . વાંકડી , તળાવવાળુ ફળીયું તા . સંતરામપુર જિ . મહિસાગરવાળો સહયોગ બાયપાસ રોડ, મોડાસા મુકામે આવવાનો છે.
જે બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ . શ્રી એન . કે . રબારી , એલ .સી .બી , અરવલ્લી જિલ્લો તથા એલ . સી . બી . અરવલ્લી ટીમ ( ૧ ) એ . એસ . આઇ રતિલાલ નાનાભાઇ ( ર ) અ . હે . કો મનહરસિંહ દાનસિંહ ( ૩ ) આ . પો . કો કેતનભાઇ મહેશભાઇ એ રીતેના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ર્વાચ પેટ્રોલીંગ દરમ્યાન સદરી આરોપી સહયોગ બાયપાસ રોડ , મોડાસા મુકામેથી પકડી પાડેલ . સદરી આરોપીને મેઘરજ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર. નં . ૦૦૪૫ / ૧૭ ઇ . પી . કો . કલમ ૩૬૩ , ૩૬૬ પોક્સો એકટ કલમઃ ૮, ૧૨, ૧૭ મુજબના કામે અટક કરી આગળની કાર્યવાહી સારૂ મેઘરજ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આમ , અરવલ્લી જિલ્લા એલ . સી . બી . પોલીસની ટીમને મેઘરજ પોલીસ સ્ટેશન ગુન્હાના કામનો છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે.