નેક પીઅર ટીમ 16- 17મીએ મહેસાણા કોલેજની મુલાકાતે

અપુર્વ રાવળ, (મહેસાણા)
નાગલપુર સ્થિત મ્યુનીસીપલ આર્ટસ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ ખાતે આગામી તા.16 અને 17 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાની નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (NAAC)ની ટીમ મુલાકાત થાણે મહારાષ્ટ્રના પ્રોફેસર ડો.નરેશચંન્દ્રાના નેતૃત્વમાં લેનાર છેે. કોટ્ટાયમ કેરાલાના પ્રો.ડો.પી.ગીથા તથા આગ્રા ઉત્તર પ્રદેશના પ્રો.ડો.ઉર્મિલાસિંઘ પણ કમિટીમાં છે. કોલેજની શૈક્ષણિક, શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ, મુલ્યશિક્ષણ, સામાજિક નિસ્બત સહિતની બાબતોનું બે દિવસ મુલ્યાંકન કરી NAAC ટીમ કોલેજને ગ્રેડ ફાળવશે. મહેસાણા કોલેજમાં આ વર્ષે ત્રીજી વાર નેક એસેસમેન્ટ થઇ રહ્યું છે.