દામનગર શહેરમાં ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે નાયબ મામલતદાર શ્રી વી.જે. ડેર ના વરદહસ્તે ધ્વજવંદન કરાશે ચીફ ઓફિસર શ્રી ત્રિવેદી પ્રમુખ શ્રી હરેશભાઇ પરમાર પાલિકા સદસ્ય શ્રી ઓ શહેરીજનો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં ૭૩ માં રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરાશે સવારમાં ૭-૦૦ કલાકે શહેરની તમામ શાળાઓના બાળકો દ્વારા પ્રભાત ફેરી શહેર ના મુખ્ય માર્ગો પર ફરશે શેઠ શ્રી એમ.સી.મહેતા હાઇસ્કૂલ ના ગ્રાઉન્ડ માં નાયબ મામલતદાર શ્રી વી. જે. ડેરના વરદહસ્તે સવાર ના ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરી ૯-૦૫ પ્રસંગોચિત ઉદબોધન સવાર ના ૯-૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે સ્થાનિક પોલીસ હોમગાર્ડ એન સી સી કેડેટસ ગણવેશધારી સહિત ના સલામી આપશે પુરા અદબ સાથે ૭૩ માં રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરાશે.