મોડાસામાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ કલેકટરશ્રીના વરદ હસ્તે યોજાશે

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
મોડાસા,બુધવાર અરવલ્લી જિલ્લાના જિલ્લા કક્ષાની સ્વાતત્રય પૂર્વની ઉજવણી મોડાસા ખાતેની શ્રી જીનિયસ હાઇસ્કુલની બાજુના ૫ટાગણમાં જિલ્લા કલેકટરશ્રી એમ. નાગરાજનના વરદ હસ્તે સવારે-૯-૦૦ કલાકે ધ્વજવંદન કાર્યકમ યોજાશે. આ કાર્યકમમાં શાળાના બાળકો ધ્વારા સાંસ્કૃતિક પોગ્રામો યોજવામાં આવશે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લાના તથા મોડાસા નગરજનો બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહેવા નિવાસી અધિક કલેકટરશ્રી આર. જે વલવીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.