મોડાસાના વણીયાદ ગામે સહકારી આગેવાન નટુભાઈના ધર્મપત્નીનું અવસાન

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના વણીયાદ ગામે પીઢ સહકારી આગેવાન અનેક સહકારી સંસ્થાઓમાં પદભાર સંભાળી ચૂકેલા તાલુકા સંઘના ડિરેકટર-પૂર્વ વા.ચેરમેન નટુભાઈ જેશીંગભાઈ પટેલના ધર્મપત્નિ કોકીલાબેન પટેલનું મંગળવારે સાંજના એકાએક હદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. ગામ,તાલુકા અને જિલ્લાના આગેવાનો- કાર્યકરો એ સદગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સદ્ ગતનુ સૂતક -બેસણું તા:18/8/2019ને રવિવારના રોજ સદગતના નિવાસસ્થાને વણીયાદ ખાતે રાખવામાં આવ્યું છે.