દામનગર શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કૂલ ખાતે ૭૩ સ્વતંત્રતા પર્વની ઉજવણી

દામનગર શહેર માં ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વ ની રંગારંગ ઉજવણી નાયબ મામલતદાર શ્રી વી જે ડેર સાહેબ હસ્તે શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી દામનગર શહેર માં પ્રાથમિક શાળા ઓ દ્વારા પ્રભાતફેરી શહેર માં મુખ્ય માર્ગો પર આઝાદી અમર રહો જય જવાન જય કિસાન ના નાદ સાથે રાષ્ટ્ર ભાવના જગાવતા દેશ ભક્તિ ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો માં જોમ જુસ્સા સાથે કૃતિ ઓ રજૂ કરતા વિદ્યાર્થી ઓ ને સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ દ્વારા પ્રોત્સાહન ઇનામો થી નવાજ્યા હતા નાયબ મામલતદાર શ્રી ડેર સહિત ના અધિકારી ઓ દ્વારા દામનગર હોમગાર્ડ કમાન્ડર નરેશભાઈ રાજ્યગુરૂ ને ગુજરાત લેવલે પરીક્ષા માં મેળવેલ સિદ્ધિ અને પ્રમોશન બદલ વિશિષ્ટ બહુમાન કરતા નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ પરમાર અને નાયબ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વાય વી ડેર ના વરદહસ્તે શિલ્ડ સન્માન પત્ર અર્પણ કરાયું હતુ શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે ખૂબ મોટી સંખ્યા માં શહેરીજનો વિદ્યાર્થી ઓ શિક્ષક શ્રી ઓ ની વીશાળ ઉપસ્થિતિ માં ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો જેમાં દામનગર શહેર ની પ્રાથમિક શાળા ઓ ના બાળકો એ મુક અભિનય ગીત દેશપ્રેમ પર્યાવરણ સ્વચ્છતા બેટીબચાવો સહિત ની કૃતિ ઓ દ્વારા શહેરીજનો ને અભિભૂત કર્યા હતા.