અરવલ્લી જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વતંત્રતા દિવસની ઉમંગભેર ઉજવણી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
સમગ્ર દેશમાં ઉલ્લાસભેર સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ધનસુરા તાલુકામાં વિવિધ જગ્યાએ સ્વતંત્રતા દિવસથી ઉજવણી કરવામાં આવી હતી. ધનસુરા ગ્રામ પંચાયત, આકરુન્દ ગ્રામ પંચાયત, આકરુન્દ પ્રાથમિક શાળા તેમજ દોલપુર પ્રાથમિક શાળા વગેરે જગ્યાએ 15 મી ઓગસ્ટના રોજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આકરુન્દ ગ્રામ પંચાયત ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં આકરુન્દના સરપંચ લલીતાબેન પટેલ,ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ પટેલ,રાકેશભાઈ પટેલ સહિત ગામના આગેવાનો જોડાયા હતા. ધનસુરા તાલુકામાં વિવિધ જગ્યાએ સ્વતંત્રતા દિવસ ની થયેલી ઉજવણી માં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ગામલોકોએ ધ્વજવંદન કર્યું હતું.
આ ઉજવણી માં ગામના આગેવાનો પણ જોડાયા હતા.