લાઠીના ધ્રુફણીયા ખાતે ૭૩માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી

લાઠી તાલુકાના ધ્રુફણીયા ખાતે તાલુકા સ્તરની રાષ્ટ્રીય પર્વની પુરા અદબ સાથે પ્રાંત અધિકારી શ્રી એ.કે. જોશીના વરદહસ્તે ધ્વજવંદન કરી ઉજવણી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ માં આફરીન કરતી કૃતિ ઓ રજૂ થઈ.
લાઠી તાલુકા સ્તરની સ્વાતંત્ર્ય પર્વ ભવ્ય ઉજવણી માં સાંસ્કૃતિક કૃતિઓ થી રંગારંગ દેશભક્તિની કૃતિઓમાં જોમ જુસ્સો દર્શવાતા વિદ્યાર્થીઓને પ્રાંત અધિકારી સહિત તમામ વિભાગના અધિકારીશ્રીઓના વરદહસ્તે વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજ્યા હતા. તાલુકા સ્તરની ઉજવણી થી ધ્રુફણીયાને રૂપિયા પાંચ લાખ ની એટીવિટી ધનરાચી મળશે તેવી નામદાર સરકાર શ્રી પ્રાંત સાહેબે જાહેરાત કરી હતી શિક્ષણ અંગે (આર એમ એસ એ ) યોજના અંતર્ગત ધ્રુફણીયા ખાતે હાઈસ્કૂલ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા પ્રાંત અધિકારી શ્રી શાળા ની શિક્ષણ પ્રવૃત્તિ સંકુલ સ્વચ્છતા ની સુંદરતા થી ખૂબ પ્રભાવિત થયા હતા.
રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી પ્રસંગે પધારેલ મહાનુભવો મહેમાનોશ્રીઓએ ધ્રુફણીયા શાળા સંકુલ માં પ્રાંત અધિકારી શ્રી એ.કે.જોશી તાલુકા મામલતદાર શ્રી મણાત તાલુકા વિકાસ અધિકારી શ્રી વી એન મકવાણા ટી પી ઓ શ્રી કું .એન જે દવે દામનગર નાયબ મામલતદાર શ્રી વી જે ડેર સિરસ્તેદર શ્રી વિરાણી લાઠી આઈ ટી ના પ્રો જાડેજા સાહેબ નાયબ જિલ્લા સમજકલ્યાણ અધિકારીશ્રી વાય વી ડેર દામનગર પી એસ આઈ પટેલ આર એફ ઓ વન વિભાગ લાઠી ખાવડીયા તલાટી શ્રી રેખાબેન ચૌહાણ સહિત ના મહાનુભવો ના વરદહસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
તાલુકા સ્તરની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ્ય વિસ્તારોના સરપંચ શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજસ્વી અગ્રણીઓ સહિત હજારો નાગરિકોની વિશાળ ઉપસ્થિતિમાં રંગારંગ ૭૩ માં સ્વાતંત્રય પર્વની ભવ્ય ઉજવણી કરાય હતી.