દામનગર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શ્રાવણી બળેવ ના પવિત્ર દીને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવીત થતા બ્રહ્મકુમારો શ્રવણ નક્ષેત્ર શુભ અવસરે યજ્ઞોપવીત માટે વિદ્વાન પંડીતો એ શાસ્ત્રોકત પૂજાવિધિ થી શાસ્ત્રો ના મર્મજ્ઞ બ્રહ્નકુમારો ને યજ્ઞપવીત કર્યા હતા. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શક્તિ ના સાનિધ્ય માં વૈદિક મંત્રોચ્ચાર સાથે જનોઈ ધારણ કરી સાથે દરેક ધર્મ સ્થાનો ને રાષ્ટ્રીય પર્વ ના લુક આપી ત્રિરંગા ની થીમ થી સુશોભિત કરાયા હતા રક્ષાબંધન વીરપસલી વ્રતધારી બહેનો પોતા ના ભાઈ ને લાંબી આયુ ની કામના કરતા દ્રશ્યો દરેક મંદિરો માં જોવા મળ્યા હતા.