સચિવાલયના દરવાજા પાસે કારમાં યુગલ કઢંગી હાલતમાં ઝડપાતા હાહાકાર

સચિવાલયના દરવાજા પાસે કારમાં યુગલ કઢંગી હાલતમાં ઝડપાતા હાહાકાર
Spread the love

ગાંધીનગર,

સચિવાલયના અધિકારીઓ સાંજના સમયે ઘરે જાય ત્યાર બાદ સચિવાલયની બહારના દરવાજા પાસે અનેક યુગલો ભેગા થવા લાગે છે. આ યુગલ તમામ મર્યાદા ઓળંગીને અંગતપળો માણતા જાવા મળે છે. ગત સપ્તાહે સિનિયર મહિલા IAS અધિકારી ગેટ નંબર ૨ પરથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે એક કારમાં એક યુગલ કઢંગી હાલતમાં જાવા મળ્યું હતું. આ કારમાં કોઇ અનૈતિક કામ થતું હોય તેમ લાગતા આ મહિલા IAS અધિકારીએ તાત્કાલિક ગાંધીનગરના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી. જેથી સેક્ટર-૭ પોલીસ સ્ટેશનની ટીમે રોજ સચિવાલયના ગેટ નંબર ૨ અને ૩ની બહાર સાંજે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું.

સચિવાલયની બહાર સાંજના સમયે પ્રેમી યુગલો અંગતપળો માણતા હોવાનું સામે આવી રહ્યું છે. આ જગ્યાઓ અતિ સંવેદનશીલ અને VVIPઓની અવર જવરના કારણે અતિ મહત્વની ગણાય છે. ગત સપ્તાહે ગુજરાતના એક સિનિયર મહિલા આઇએએસ અધિકારી સાંજના સમયે ગેટ નંબર ૨થી ઘરે જવા નીકળી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક કાર પાર્ક હતી, એ સમયે તેમની કાર ત્યાં ધીમી પડી અને આ કારમાં પડદા લાગેલા હતા અને તેની અંદર યુગલ અંગતપળો માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું.

આ જાઇને મહિલા અધિકારી ચોંકી ઉઠ્યા અને શરમમાં મુકાયા હતા. આ વાતની જાણ તેમણે તાત્કાલિક ગાંધીનગર પોલીસના સિનિયર અધિકારીને જાણ કરી હતી. આ અંગે ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સપ્તાહથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ત્યાં કોઇ વ્યÂક્તઓને કામ સિવાય ઉભા રહેવા દેવાતા નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!