જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો

સુરત,
જન્માષ્ટમીનાં તહેવાર નજીક આવતા સિંગતેલનાં ભાવમાં ભડકો જાવા મળ્યો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા ૧૦નો વધારો થયો છે. સિંગતેલનાં ભાવમાં રૂપીયા ૧૦નો વધારો થતા ૧૫ કિલો ડબ્બાનો ભાવ ૧૮૨૦થી ૧૮૩૦ રૂપીયા પહોંચ્યો છે. ભાવ વધારાને લઇને વેપારીઓનું કહેવું છે કે, નાફેર્ડ પાસે રહેલી ૨૦૧૭-૧૮ની સાલની મગફળીનું વેંચાણ પૂરૂ થઇ ગયું છે. જેને કારણે નવી મગફળી નાફેર્ડ પાસે થી ૨૦૦ રૂપીયા ઉંચા ભાવમાં મીલરોને લેવી પડી રહી છે. જેને કારણે સિંગતેલનાં ભાવમાં વધારો થયો છે. ચાલુ વર્ષે નવી અને જૂની મગફળી હોવાથી ભાવ ૧૮૦૦ થી ૨૦૦૦ સુધીનાં જાવા મળ્યા હતા. હજું પણ તહેવારો નજીક આવે છે જેથી ૨૦ થી ૪૦ રૂપીયા સુધીનો વધારો જાવા મળશે. મહત્વનું છે કે, નવી મગફળીનું સિંગતેલ બજારમાં આવશે ત્યારે ૭૦ થી ૯૦ રૂપીયા સુધીનાં ભાવમાં વધારો થવાની શક્્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.