અમરેલી મોટી કુકાવાવ ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સુહ્દય સત્સંગ સભા

સંપ્રદાયના અલગ અલગ ધામ થી પૂજનીય સંતો આ સભામાં દર માસે સત્સંગ થી ભગવત કથાવર્તનો લાભ આપે છે. કુંકાવાવ તથા આજુબાજુના ગામડાના હરિભક્તો આસરે 500 થી 600 સુધીની સંખ્યા માં બહેનો તથા ભાઈઓ આ આ સત્સંગ સભામાં આ લભ્ય લાભ લે છે. આ માસની માસિક સભામાં સુરત ક્લાકુંજ મંદિર ના સ્થાપક તેમજ વડતાલ ટેમ્પલ બોડનાં ચેરમેન તથા જેતપુર મંદિર ના પણ હાલ મહાન તરીકે સેવા કરતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી તથા તેમનું શિષ્ય મંડળ મળી 4 સંતો પધાર્યા હતા. રાત્રે 8;30થી 11;00 વાગ્યા સુધી આ સભામાં માનનીય ભાગવત કથા વાર્તા નો લાભ આપ્યો હતો. હરિભક્તો ખૂબ જ ભાવ ઉપદેશ ગૃહણ કરી જીવનને આર્થક કરી રહ્યા છે. આ સત્સંગ સભા થી કુકાવાવ સત્સંગ સભામાં ખૂબ જ ઉત્સાહ વધી રહ્યો છે. ઉતરોતર ખૂબ જ વિશાળ સંખ્યામાં ભકતો લાભ લઈ રહ્યા છે. મંદિરના કોઠારી શ્રી તથા ઉત્સારી કાર્યકરો પણ ખુબજ ખંડ થી સેવા કરી આ પ્રસંગને દીપાવી રહ્યા છે.
રીપોર્ટર રસિક વેગડા, મોટીકુકાવાવ