કડીમાં LCB ત્રાટકી : 4 જુગારી ઝબ્બે

કડીમાં મહેસાણા એલસીબી પોલીસના સ્ટાફના માણસો કડીમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કડીમાં આવેલ દેત્રોજ રોડ ઉપરથી ૪ જુગારીઓ ઝબ્બે કર્યા હતા પ્રાપ્ત થતી માહિતી અનુસાર કડીમાં મહેસાણા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કડીમાં આવેલ શેફાલી સર્કલ પાસે પહોંચતા ખાનગી રાહે માહિતી મળેલ કે કડીના દેત્રોજ રોડ ઉપર કેશવ નગરથી બલાસર ગામ તરફ જતાં જૂના નેળીયા વાળા રોડ ઉપર ઓ.એન.જી.સી. વેલની ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા મળી ગોળ કુંડાળુ વળી પૈસા પાનાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે જે હકીકતના આધારે મહેસાણા એલસીબી પોલીસના સ્ટાફ રેડ પાડતાં પોલીસને જોઈ જુગારીઓ ભાગવાની કોશિશ કરતાં પોલીસે ૪ જુગારીઓને પકડીને તેમની પાસેથી ૫૧,૫૦૦ રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી