વડોદરામાં રોગચાળો ફાટ્યો : ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ કેસ નોંધાયા

વડોદરામાં રોગચાળો ફાટ્યો : ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ કેસ નોંધાયા
Spread the love

વડોદરા,

વડોદરામાં વરસાદ અને પુર બાદ ફાટી નીકળ્યો છે પાણીજન્ય રોગચાળો. છેલ્લા ૧૫ દિવસમાં ૭૦૦૦થી વધુ લોકોને ઝાડા ઉલટી, તો ૧૫ હજારથી વધુ લોકોને તાવ આવ્યો છે. પરંતુ મચ્છરજન્ય રોગચાળો જેવો કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જાવા મળી રહ્યો છે. ચાલુ માસમાં માત્ર મલેરિયાના ૧૬ કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે. જયારે ડેન્ગયુ કે ચિકનગુનિયાનો કેસ નથી નોંધાયો.

વડોદરાના સરકારી એસ.એસ.જી હોÂસ્પટલમાં દર્દીઓની લાંબી લાઈનો જાવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના પણ આવા જ હાલ છે. શહેરના વારસિયા, યાકુતપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વાઘોડિયા રોડ, છાણી સહિત અનેક વિસ્તારમાં ફેલાયો રોગચાળો ફેલાયો છે.

જાકે રોગચાળોની વચ્ચે કોર્પોરેશન દાવો કરી રહી છે કે તેમણે ૨ લાખથી વધુ પરિવારનો સર્વે કર્યો છે. ૮૦૦૦ દર્દીઓની તપાસ કરી છે. ઓ.આર.એસના ૭૫૦૦ પેકેટ, ૧ લાખ ૧૫ હજાર ક્લોરીનની ગોળીઓ લોકોને આપી છે. સાથે જ ૧૪૫ મેડિકલ ઓફિસર, ૩૫૪ પેરા મેડિકલનો સ્ટાફ કાર્યરત છે. ત્યારે સવાલ એ છે કે તંત્ર આટલી મોટી કાર્યવાહી કરી રહી છે તો હજ્જારોની સખ્યાંમાં દર્દીઓ હોÂસ્પટલમાં કેમ ઉભરાય રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!