111 ફૂટના નવરંગી નેજા સાથે 1100 પદયાત્રીઓના મોડાસાના સંઘનું રામદેવરા માટે પ્રસ્થાન

પ્રભુદાસ પટેલ મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 ફૂટના નવરંગી નેજા સાથે 1100 પદયાત્રીઓના મોડાસાના સંઘનું આજરોજ જન્માષ્ટમીએ રામદેવરા માટે પ્રસ્થાન થયું હતું.
મોડાસા થી રામદેવરાની ૮૦૦ કિમીની પદયાત્રાનું આ 35મુ વર્ષ છે.દ્વારકાધીશના અવતાર એવા ભગવાન રામદેવજીના ભક્ત, બ્રહ્મલીન મહંત શ્રી ચંદુનાથજી યોગીના આશીર્વાદ અને પ્રેરણાથી છેલ્લા વર્ષોથી નિકળતી પદયાત્રા સદ્ગગતના પુત્રો પરંપરાગત રીતે આગળ ધપાવી રહ્યાં છે.આ વર્ષે પણ મહંત ધર્મેન્દ્રનાથજી યોગી મહંત જસવંત નાથજી યોગીના નેતૃત્વમાં આયોજન થતા આ પદયાત્રાનું વાજતેગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
જેમાં વ્યસન મુક્તિ અને વિશ્વ શાંતિના સંકલ્પ યજ્ઞ સાથે એકતા અને અખંડતા સંદેશ સાથેની આ યાત્રામાં પદયાત્રિકોને વિમા કવચથી સુરક્ષીત કરાયા છે આ યાત્રાના પ્રસ્થાન પ્રસંગે ..જયાં દેવરાજ ધામના મહંત ધનેશ્વરી ગીરી મહારાજ ,ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર, સમાજ સેવક નિલેશભાઇ જોષી, ધારાશાસ્ત્રી હિરાભાઇ પટેલ,સંતો મહંતો એ શુભકામનાઓ પાઠવી હતી