માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાવાયો

વડોદરા
માંજલપુર સ્પોર્ટસ કોમ્પેલેક્ષ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી હિમાંશુ મેવાડાએ પ્રતિકાત્મકરૂપે વોલોબોલની સર્વિસ કરી ફિટ ઇન્ડિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી મેવાડા જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનમાં જે સફળતા મળી તે રીતે જ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પણ સિમાચિહન્ રૂપ સાબિત થશે. આ અભિયાનથી લોકોમાં ફિટનેશ પ્રત્યે જાગૃતિ આવશે. તેમજ ફિટનેશ પ્રત્યે લોકો વધુ અવેર બનશે. સાથે જ મોટી સંખ્યામાં યુવાનો સ્પોર્ટસ સાથે પણ જાડાશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ફિટનેશ જીવનનો અગત્યનો ભાગ બનાવવો જોઈએ. જેનાથી લોકો નાની-મોટી બિમારીઓ પણ દૂર રેહશે. તેમજ લોકોનું આરોગ્યનું સ્તર વધારે બહેતર બનશે. ઉપરાંત તેમણે લોકોને ફીટ ઇન્ડિયા મુવમેન્ટમાં જોડાવવા અપીલ કરી હતી.
માંજલપુર સ્પોર્ટસ કોમ્પેલેક્ષના ઇનચાર્જ હેડ રવિન્દ્રસિંહ રાજપુરોહિત જણાવ્યું કે, રોજબરોજના જીવનમાં લોકો નોકરી, બિઝનેશ વગેરે રોજગાર સાથે જોડાયેલા હોય તેઓનુ ફિટનેશ પ્રત્યે એટલુ ધ્યાન હોતુ નથી. ત્યારે ફિટનેશ લઇને એક આંદોલનની જરૂર હતી. જેથી લોકો ફિટનેશ અંગે અવેર થાય. આ પહેલાં યોગ લઇને લોકોમાં ખાસ્સી જાગૃતિ લાવવામાં આવી. જે માત્ર યોગ સુધી જ સિમિત હતી. જ્યારે ફીટ ઇન્ડિયા અભિયાનથી સમગ્રલક્ષી ફિટનેશ અંગે લોકો અવેર થશે. વધુમાં તેમણે ઉમેર્યું કે, દેશના કોઇ પણ વડાપ્રધાન દ્વારા પ્રથમવાર ફિટનેશને લઇને આવી પહેલ કરવામાં આવી છે.જે આવકારદાયક છે.
માંજલપુર સ્પોર્ટસ કોલ્પલેક્ષ ખાતે અભ્યાસ કરતા રાહુલ ગુપ્તા, રેચલ ક્રિષ્ટી, અનંદિતા બસુમતારીએ ફિટ ઇન્ડિયા અભિયાન અંગે પ્રતિક્રિયા આપતા કહે છે કે, જીવનના દરેક તબક્કામાં શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવુ તે મહત્વનુ છે તે સ્પોર્ટસ અને ફિટનેશના માધ્યમથી શીખવા મળે છે. ફીટનેશ લોકોના જીવનનુ એક મહત્વનુ પાંસુ છે. અમે સ્પોર્ટસ સાથે જોડાયેલા છીએ. પરંતુ જે લોકો સ્પોર્ટસ એક્ટીવીટી સાથે જોડાયેલા નથી. તેઓમાં આ અભિયાનથી ફિટનેશ પ્રત્યે જાગૃતિ આવશે. અને લોક આરોગ્યના સ્તરમાં સુધારો થશે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી મોદીનો આ અભિયાન શરૂ કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે માંજલપુર સ્પોર્ટસ કોમ્પેલેક્ષ ખાતે અભ્યાસ કરતા રમતવીરોએ વોલીબોલ અને કબડ્ડી મેચ રમી હતી. ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનને ટેલીવિઝનના માધ્યમથી નિહાળ્યું હતુ.