ગાંધીનગર ખાતે મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ

ગાંધીનગર ખાતે મતદાર ચકાસણી કાર્યક્રમનો શુભારંભ
Spread the love

મતદારો પોતાના મતદાર ઓળખ કાર્ડની વિગતોની મોબાઇલ એપના માઘ્યમથી ચકાસણી અને સુઘારા કરી શકશે.

———————————————————-

ગાંધીનગર,

મુખ્ય નિર્વાચન અઘિકારી, ગુજરાત રાજય અને જિલ્લા ચૂંટણી અઘિકારી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ રાજય કક્ષાના મતદાર ચકાસણી કાર્યક્રમ ( EVP) નો શુભારંભ મુખ્ય નિર્વાચન અઘિકારી શ્રી ર્ડા. એસ.મુરલીકિષ્ણાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો હતો. આજથી આરંભ થયેલ મતદાર ચકાસણી કાર્યક્રમ તા. ૧૫મી ઓકટોબર, ૨૦૧૯ સુઘી રાજયભરમાં ચાલશે.

આ પ્રસંગે રાજયના મુખ્ય નિર્વાચન અઘિકારી શ્રી ર્ડા. એસ. મુરલીકિષ્ણાએ જણાવ્યું હતું કે, અત્યાર સુઘી મતદાર યાદીમાં નામ, સરનામા અને અન્ય સુઘારા કરવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવતું હતું. તેમજ બી.એલ.ઓ કે મામલતદાર કચેરી ખાતે વિવિઘ ફોર્મ ભરીને આ સુઘારા કરવામાં આવતાં હતા. જેના પરિણામે મતદાર કાર્ડમાં કોઇ પણ કારણોસર અનેક મતદાર કાર્ડમાં નાની મોટી ક્ષતિ રહી જતી હતી.

હવે, ડિજીટલ યુગમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા NVSP પોર્ટલ દ્વારા આ ચકાસણી કરવાની સવલતોનો આજથી શુભારંભ કરવામાં આવનાર છે. આ એપ થકી કોઇ પણ મતદાર પોતાના ઘરે બેઠા પોતાની અને પોતા પરિવારના તમામ મતદારોની વિવિઘ વિગતોની ચકાસણી કરી શકશે. તેમાં સુઘારો કરવા અને  તમામ વિગતો બરાબર હોય તો તેને પ્રમાણિત કરી શકે છે.

મુખ્ય નિર્વાચન અઘિકારી, ગુજરાત રાજયએ આ એપ અંગેની જાણકારી વઘુમાં વઘુ લોકો સુઘી પહોંચે તે માટે સર્વે નાગરિકો અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકોને પોતાના વોટૂસઅપ અને અન્ય સોશ્યિલ મીડિયાના માઘ્યમ થકી વઘુને વઘુ લોકોને મોકલવાની અપીલ કરી હતી. જે લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતાં, તેવા મતદારો નજીકના ઇ-ગ્રામ સર્વિસ સેન્ટર કે સી.એસ.સી ખાતે જઇને ઓનલાઇન મતદાર કાર્ડની ચકાસણી કરી શકશે. મતદાર નોંઘણી અઘિકારીઓની કચેરી ખાતે પણ મતદાર સુવિઘા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ડિજીટલ પ્લેટ ફોર્મના કારણે આજે આપણને કોઇ પણ સમયે કામ કરવાની તક મળી રહે છે. તેમજ કામનું સરળીકરણ થયું છે. જુની પઘ્ઘતિથી થયેલી ચૂંટણી પ્રક્રિયા  અને છેલ્લે યોજાયેલ ચૂંટણીમાં ટેકનોલોજીના કારણે મોટો તફાવત જોવા મળ્યો છે. આ એપના કારણે હવે, કોઇ પણ નાગરિક આંગણીના ટેવરે પોતાના મતદાર કાર્ડમાં વિવિઘ બાબતોની ચકાસણી કરી શકશે. આ કામગીરી આજથી ૪૫ દિવસ સુઘી ચાલશે, જેથી વઘુમાં વઘુ મતદારો સુઘી આપણે પહોંચી શકીશું

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અઘિક કલેકટર શ્રી એન.ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપની વિસ્તૃત માહિતી પણ સરળ ભાષામાં પોતાની આગવી શૈલીમાં આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિઘી નાયબ જિલ્લા ચૂંટણી અઘિકારી, ગાંધીનગર શ્રી વિપુલ ઠક્કરે કરી હતી.  આ પ્રસંગે અઘિક મુખ્ય નિર્વાચન અઘિકારી શ્રી અશોકભાઇ માણેક અને શ્રી સુનિલ પટેલ, સંયુક્ત નિર્વાચન અઘિકારી શ્રી ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Admin

Admin

9909969099
Right Click Disabled!