ભરૂચ પ્રાંત કચેરી ખાતે ઈલેક્ટોર વેરીફીકેશન સહાયતા કેન્દ્રનો શુભારંભ

ભરૂચ પ્રાંત કચેરી ખાતે ઈલેક્ટોર વેરીફીકેશન સહાયતા કેન્દ્રનો શુભારંભ
Spread the love

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧-૦૯-૨૦૧૯ થી તા.૧પ-૧૦-૨૦૧૮ દરમ્યાન ઈલેક્ટોર વેરીફીકેશન પ્રોગ્રામ કાર્યક્રમ

——————————————————————————————————————-

સૌથી મોટા મતદાર ચકાસણી કાર્યક્રમમાં જોડાવવા જિલ્લાના નાગરિકોને અપીલ

——————————————————————————————————————-

ભરૂચ,

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧-૦૯-૨૦૧૯ થી તા.૧પ-૧૦-૨૦૧૮ દરમ્યાન ઈલેક્ટોર વેરીફીકેશન પ્રોગ્રામ(ઈવીપી) કાર્યક્રમ નક્કી કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકે પોતાની તથા પોતાના કુટુંબના સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકાશે. આ અંગે ભરૂચ કલેકટર કચેરીમાં આવેલ પ્રાંત કચેરી ખાતે ઈલેક્ટોર વેરીફીકેશન સહાયતા કેન્દ્રનો જિલ્લા કલેકટરશ્રી ડૉ. એમ.ડી.મોડીયાએ આજરોજ શુભારંભ કરાવ્યો છે.

કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧-૦૯-૨૦૧૯ થી તા.૧પ-૧૦-૨૦૧૮ દરમ્યાન ઈલેક્ટોર વેરીફીકેશન એટલે કે સૌથી મોટા મતદાર ચકસણી કાર્યક્રમમાં જોડાવવા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવે છે. આ સહાયતા કેન્દ્રના શુભારંભ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ચૌહાણ સહિત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર (૧) ભારતીય પાસપોર્ટ (૨) ડ્રાઈવીંગ લાયસન્સ (૩) આધારકાર્ડ (૪) રેશન કાર્ડ (૫) સરકારી / અર્ધસરકારી કર્મચારી માટેનું ઓળખપત્ર (૬) બેંક પાસબુક (૭) ખેડૂતનું ઓળખપત્ર (૮) પાનકાર્ડ (૯) એનપીઆર હેઠળ આરજીઆઈ દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ સ્માર્ટ કાર્ડ (૧૦) સરનામા માટે તાજેતરનું પાણીવેરો, ટેલિફોન, ઈલેક્ટ્રીસીટી, ગેસજોડાણ અંગેનું બીલ જે અરજદારના નામનું હોવું જોઈએ અન્યથા તેના નજીકના સંબંધીઓ માતા-પિતા વગેરેના નામનું હોવું જોઈએ. આ માટે મતદારે પોતે www.nvsp.in PORTAL ઉપયોગ કરી ઉક્ત જણાવેલ પુરાવા રજૂ કરવાના રહેશે.

મતદારયાદીમાંની મતદાર તરીકેની વિગતોની (૧) વોટર હેલ્પલાઈન મોબાઈલ એપ્સ દ્વારા (૨) એનવીએસપી પોર્ટલ દ્વારા (૩) ઈ-ગ્રામ કેન્દ્રો / નાગરિક સુવિધા કેન્દ્રો(સીએસસી) ખાતે રૂબરૂ મુલાકાત લઈને ચકાસણી કરી શકાશે. દિવ્યાંગ મતદારો માટે વોટર હેલ્પ લાઈન ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર ફોન કરીને ચકાસણી કરી શકશે.

ઈલેક્ટોર વેરીફીકેશન પ્રોગ્રામ(ઈવીપી) તા.૦૧-૦૯-૨૦૧૯ થી તા.૧પ-૧૦-૨૦૧૮ દરમ્યાન તમામ મતદારોએ પોતાના તથા કુટુંબના મતદારયાદીમાંથી મતદાર તરીકેની ફોટોગ્રાફ્સ સહિતની ખરાઈ કરી સુધારા કરાવવા અંગે કાર્યવાહી કરવા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!