દહેગામના લવાડ ગામે શ્રી ચેહર માતાના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર

દહેગામના લવાડ ગામે શ્રી ચેહર માતાના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર
Spread the love

દહેગામ તાલુકાના લવાડ ગામમા છેલ્લા ૪૦ વર્ષથી ચેહર માતાના મંદીરે ભાવી ભક્તોની વસંત પંચમી, ગુરૂ પુર્ણીમા અને ભાદરવી બીજના દીવસે દર્શનાર્થીઓની મોટી કતારો લાગે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ લવાડ ગામે છેલ્લા ૪૦ વર્ષથી ચેહરમાતાનુ મંદીર ખુબ જ ખ્યાતી પામેલુ છે. અને આ મંદીરની સેવા અર્ચના કરતા રાજુભાઈ આ માતાજીની સાચા હ્રદયથી સેવા કરતા હોવાથી આજે ભાદરવી બીજના દીવસે આ મંદીરે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાની શક્તિ અને ભક્તિનુ ભાથુ લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

વિવિધ દર્શનાર્થીઓની માહિતી લેતા આ માતાજીના ધામે આવવાથી અમારા શકલ મનોરથ પુરા થાય છે તેવી માહિતી અમદાવાદથી આવતા જીગ્નેશભાઈ પંચાલ, સ્મિત કોઠારી અમદાવાદ અને રેખાબેન પ્રજાપતી તેમજ ચહેરાભાઈ સોલંકી જેવા કેટલાય ભાવી ભક્તોએ તેમને માતાજીએ તમામ મનોકામના પુર્ણ કરી છે તેવી માહિતી અમારા પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત લેતા સત્ય હકીકત બહાર આવી છે. કહેવાય છે કે માતાજી ઉપર અતુટ વિશ્વાસ રાખવાથી કોઈ પણ ભક્તના ભગવાન અને માતાજી શકલ મનોરથ પુરા કરે છે.

ચેહર માતાના મંદીરે દહેગામ તાલુકાના ચરેડી ગામે રહેતા ચેહરાજી ગોતાજી સોલંકીએ વિસ્તુત માહિતી આપી જણાવ્યુ છે મારા પિતા મારા જન્મ પહેલા લવાડ ગામે આવેલ આ ચેહર માતાના મંદીરે આવતા હતા ત્યારે મારા પિતાને સેર માટીની ખોટ હતી. તેથી તેમને સાચા હ્રદયથી અને સાચી શ્રદ્ધાથી આ માતાજીની માનતા માનવાથી મારો જન્મ થયો હતો. જન્મ થયા પછી મારુ નામ ચેહરાજી રાખવામા આવ્યુ હતુ. આજે હુ તેમની માનતાથી મારો જન્મ થયો હોવાથી હુ છેલ્લા ઘણા વર્ષોથી આ માતાજીના ધામે સાચા હ્રદયની ભાવનાથી આવીને માના દર્શન કરીને પાવન થાઉ છુ.

લવાડ ગામે આવેલ ચેહર માતાના મંદીરે આજે મોટી સંખ્યામા ભાવી ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આમ આ માતાજીના ધામે આવી કોઈ પણ દુખીયારો માણસ માનતા  રાખે તો તેના સકળ મનોરથ પુરા થાય છે. તેવી આ મંદીરના ભુવાજી દ્વારા વિસ્તુત માહિતી આપવામા આવી છે. અને આ મંદીરે આજે હજારોની સંખ્યામા ભાવી ભક્તોની ભીડ જામી છે અને આવેલા સૌ દર્શનાર્થીઓ અને ભાવી ભક્તો આ મંદીર તરફથી મહાપ્રસાદી આરોગી માના દર્શન કરીને વિદાય થાય છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!