વોન્ટેડ આરોપીને નિલમબાગ સર્કલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

વોન્ટેડ આરોપીને નિલમબાગ સર્કલ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.
Spread the love

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓન ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન. ૬૭/૨૦૧૯ પશુ સરક્ષણ ધારા કાયદાની કલમ ૫, ૬(બી), ૭(૧),  ૮, ૧૦ વિગેરે મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી *જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઇ કાઝી ઉ.વ.૨૩ રહેવાસી ટાણા રોડ, લીલાપીર ગ્રાઉન્ડની સામે, શિહોર જી.ભાવનગર વાળાને નિલમબાગ સર્કલ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર પો.કોન્સ. મુકેશભાઇ કંડોલીયા જોડાયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!