ડાંગ જિલ્લામાં ડીજેના તાલે શાંતિપૂર્વક બાપ્પાને અશ્રુભીની વિદાય

ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા નું ડીજે ના તાલે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું .. આળધા લાડુ ફૂટલા આની ગણપતિ બાપ્પા ઉથલા… ગણપતિ બાપ્પા મોરિયા પુડ્યા વર્ષી લવ કર યા જેવા નાદથી ડાંગ જિલ્લા નું વાતાવરણ ભક્તિમય બની રહ્યું હતું. વઘઇ ખાતે મેઈન બજાર થી બપ્પની શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.જે ગામ માં વિવિધ માર્ગો પર થઈને નાની વઘઇ ( કિલાદ) ખાતે પહોચી અંબિકા નદીના નીર માં બાપ્પા ને વિદાય આપવામાં આવી હતી.વિસર્જન યાત્રા માં નગરના તમામ માર્ગો પર ગુલાલથી રંગેબીરંગે બની ગયા હતા.
ડી.જે. અને ઢોલ નગારા ના તાલે યુવાઓ નાના બાળકો તેમજ વય વુર્ધો મન મુકીને હિલોળે ચડ્યા હતા. જ્યારે કાયડો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે જિલ્લા પોલીસ વડા સ્વેતા શ્રી માળી ની આગેવાની માં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.વઘઇ નગર સહિત જિલ્લા નદી અને તળાવ કિનારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જિલ્લા મથક આહવામાં ગણપતિ પ્રતિમાઓનેવિસર્જન ટાણે માનવ મહેરામણ ઉમટી પડ્યું .ગણેશ વિસર્જન વાજતે ગાજતે તથા આદિવાસી સંસ્કૃતિ ઝાંખી કરાવતી શોભાયાત્રાઓ આહવા બંધારા પાસે પહોંચી તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.સુબિર તાલુકા ખાતે મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાને ગીરા નદીમાં ઓવારામાં વિસર્જિત કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન ના સમયે ભક્તો ભાવવિભોર બન્યા હતા.
ગામ માં એક પછી એક ગણપતિની વિસર્જન ની ઝાંખી પસાર થતા પોલિસ દ્વારા દરેક સ્થળે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો.પોલીસે બંદોબસ્ત વચ્ચે વિસર્જન ખૂબ શાંતિ પૂર્વક સંપન્ન થયું . જાણકારી મળ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારની વિસર્જન માં અનિચ્છનીય ઘટના બની ના હતી.