જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,આહવા-ડાંગનો વિદાય સમારોહ યોજાયો

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,આહવા-ડાંગનો વિદાય સમારોહ યોજાયો
Spread the love

આહવા,
ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલ ને ભરૂચ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે બઢતી મળતા તા.૧૨/૦૯/૨૦૧૯ ના રોજ જિલ્લા પંચાયત સભાખંડમાં વિદાય સમારોહ યોજાયો હતો.

નિયામકશ્રી જે.ડી.પટેલે ડાંગ જિલ્લામાં તા.૯/૧૨/૨૦૧૬ થી તા.૧૨/૯/૨૦૧૯ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તરીકે પદભાર સંભાળ્યો હતો.તેમજ પ્રાયોજના કચેરી,આહવા ખાતે પણ પ્રાયોજના વહીવટદારનો વધારાનો હવાલો સંભાળ્યો હતો.ડાંગની શ્રેષ્ઠ કામગીરીનું વર્ણન કરતા તેમણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત વિષયે ડાંગ જિલ્લાને પોરબંદર ખાતે એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ પી.એમ.એ.વાય (ગ્રામીણ) અંતર્ગત Overall Performance inimplementation of PMAY-G as per performance index dashboard  સ્થળ -ન્યુ દિલ્હી ખાતે પણ એવોર્ડ હાંસલ કરી ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું.

હિસાબી અધિકારીશ્રી આર.બી.ચૌધરી,આંકડા અધિકારી,કિરીટભાઈ પટેલ,જલ્પાબેન સહિત ગ્રામ વિકાસ એજન્સી કચેરી સ્ટાફ તેમજ પ્રાયોજના કચેરી સ્ટાફ દ્વારા બઢતીથી વિદાય લઇ રહેલા જયસુખભાઈ પટેલને શાલ ઓઢાડી,શ્રીફળ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!