પોષણક્ષમ આહારના સ્ટોલ સહિત સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા વિભાગનું યોજનાકીય પ્રદર્શન

પોષણક્ષમ આહારના સ્ટોલ સહિત સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા વિભાગનું યોજનાકીય પ્રદર્શન
Spread the love

રાજપીપલા,
રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યશ્રી ડૉ. આર.જી.આનંદના વડપણ હેઠળની આયોગની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી સંકુલના આનંદભવન ખાતે આયોગના સભ્યશ્રી ડૉ. આર.જી.આનંદ, જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ, જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના અધ્યક્ષશ્રી તેમજ એડીશનલ સિવીલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એન.કે.નાચરે, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવી, સ્પેશીયલ જુવેનાઇલ પોલીસ યુનિટ (SJPU) ના નોડલ ઓફિસર અને નાયબ પોલીસ અધિક્ષક સુશ્રી સી.એન.ચૈાધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી. બારીઆ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારશ્રી ચેતન પરમાર સહિત અન્ય મહાનુભાવો અને બાળકો-વાલીઓ વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં આજે યોજાયેલા “બાળ અધિકારો -ફરિયાદ નિવારણ” કેમ્પને દિપ પ્રાગ્ટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો. આજના આ કેમ્પમાં રજૂ થયેલા બાળ અધિકારને લગતા જુદા જુદા પ્રશ્નો પૈકી અંદાજે ૩૦૦ જેટલા પ્રશ્નોનોનું નિરાકરણ કરાયું હતું.

આ પ્રસંગે પોષણમાહની ઉજવણી સંદર્ભે પોષણક્ષમ આહારના સ્ટોલ સહિત સમાજ સુરક્ષા-બાળ સુરક્ષા વિભાગનું યોજનાકીય પ્રદર્શન પણ આયોગના સભ્યશ્રી ડૉ. આર.જી.આનંદે રિબીન કાપીને ખુલ્લુ મુકયા બાદ જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલ સહિતના મહાનુભવો સાથે પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. આ સ્ટોલ્સ મારફત કેમ્પમાં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને યોજનાકીય સાહિત્યનું વિતરણ પણ કરાયું હતું.

રાષ્ટ્રિય બાળ સંરક્ષણ આયોગના સભ્યશ્રી ડૉ. આર.જી.આનંદે તેમના પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, આયોગ દ્વારા બાળકોના અધિકારના હનનને અટકાવવા માટે આ રીતે બેન્ચોના આયોજનનો મુખ્ય આશય બાળકોની ફરિયાદ સાંભળીને સ્થળ પર તેનું નિરાકરણ લાવવાનો છે આયોગનો અભિગમ બને ત્યા સુધી સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મારફત બધા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રકારના કેમ્પોના આયોજનમાં અગ્રતા આપવાનો છે આજદિન સુધીના યોજાયેલા કેમ્પોમાં મળેલી ૫૦૦૦ જેટલી મળેલી ફરિયાદો પૈકી ૪૩૦૦ ફરિયાદોનો નિકાલ કરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે નર્મદા જિલ્લામાં કુપોષણને દુર કરવામાં પોષણને લગતા, બાળ લગ્ન અટકાવવા માટેની જનજાગૃત્તિ ઉપરાંત આધારકાર્ડના અભાવે બેન્કોના નવા ખાતા ખોલવામાં પડતી મુશ્કેલી નિવારવા સહિત ત્રણેક બાબતોના સઘન નિરાકરણની દિશામાં ખાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે જિલ્લામાં શાળાઓની મુલાકાત લઇને શૌચાલય અને પીવાના પાણીની મુશ્કેલી જણાશે તો તેનો પણ ઉકેલ લાવવામાં આવશે. પોષણ માહની ઉજવણી નિમિત્તેઆજે સવારે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના મ્યુઝીયમ કક્ષમાં સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા પાસે શાળાના બાળકો સાથે કુપોષણ સામેના સુપોષણ અભિયાન સંદર્ભે સામૂહિક શપથ લેવડાવવામાં આવ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતુ કે, આજના આ કેમ્પમાં બાળકોને લગતી બંધારણીય કાયદાકીય જોગવાઇઓનું યોગ્ય રીતે પાલન થાય તે સુનિશ્ત કરવા અને તેને લગતા જો કોઇ પ્રશ્નો હોય તો તેને સાંભળવા અને સાંભળીને તેના નિરાકરણ માટેનો આ કાર્યક્રમ યોજાયો છે, જેમાં ઓનલાઇન-ઓફલાઇન અંદાજે ૮૦૦ જેટલાં વિવિધ પ્રશ્નોની રજૂઆત થઇ છે. બાળકોના શિક્ષણ,આરોગ્ય વગેરે જેવી બાબતોનો પણ તેમાં સમાવેશ થયેલ છે અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ બાળકોને વધુ સારી સુવિધા મળે તેને લગતા પ્રશ્નો રજૂ થયેલ છે. મહત્વાકાંક્ષી જિલ્લા-નર્મદા અંતર્ગત થયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા જે કોઇ સૂચના આપવામાં આવશે તેનો જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીઓ દ્વારા અમલ કરવામાં આવશે. આયોગ દ્વારા અપાયેલી સૂચનાઓનું સમય મર્યાદામાં જે તે અધિકારી દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ? તેનું જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા યોગ્ય ફોલોઅપ પણ કરવામાં આવશે, બાળકોના અંગત પ્રશ્નો કે જે કોઇ શિક્ષણને લગતો અથવા તેના ઉપર માનસિક ત્રાસને લગતા કોઇ પ્રશ્નો હશે તો સંબંધિત વિભાગના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા તેનો પણ નિકાલ કરાશે, તેમ શ્રી પટેલે ઉમેર્યું હતુ.
ઉક્ત કાર્યક્રમ દરમિયાન આયોગના સભ્યશ્રી ડૉ. આર.જી.આનંદે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રિય બાળ સંરક્ષણ આયોગ તરફથી આજદિન સુધીમાં દેશના ૧૨ રાજ્યોમાં આ પ્રકારની બેન્ચનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આજે નર્મદા જિલ્લામાં આ ૨૭ મી બેંન્ચનો કાર્યક્રમ યોજાયો છે. આગામી દિવસોમાં આયોગ દ્વારા દેશના ૧૧૫ જેટલાં મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આ પ્રકારની બેંન્ચનું પ્રથમ તબક્કામાં આયોજન હાથ ધરાયું છે. ત્યારબાદ દેશના બાકી રહેતા અન્ય તમામ જિલ્લાઓમાં પણ બીજા તબક્કામાં આ પ્રકારની બેંન્ચોનું આયોજન કરીને બાળ અધિકારોના થતાં હનનને અટકાવી બાળકોના જે તે પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી આયોગ દ્વારા હાથ ધરાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!