આજથી બગસરા વડિયા દ્વારકા નવી એસ ટી બસ સેવા ચાલુ થઈ

વડિયાના લોકો માટે સારી એવી સુવિધા વડિયા થી પોરબંદર હર્ષદ દ્વારકા જેતપુર જવાનો આ રૂટ સારો બની રહેશે. એ ઉપરાંત આજે બપોરે 1 વાગે માનનીય માજી મંત્રી શ્રી બાવકુંભાઈ ઊંધાડ દ્વારા બસ સ્ટેન્ડ થી બસ ને તેમજ ડ્રાઈવર તેમજ કંડકટર ને મીઠા મોઢા કરી આ રૂટ ખુલ્લો મુક્યો હતો. આ તકે વડીયા ના નગરજનો પણ સ્વાગત માં જોડાયા હતા. ઢોલ નગારાં સાથે આ બસ નું સ્વાગત કરવામાં આવ્યું છે. આ બસ બગસરા કુંકાવાવ વડિયા જેતપુર હાથલા શનિદેવ હર્ષદ અને દ્વારકા તો આમ જનતા ને લાભ લેવા વિનંતી.
રિપોર્ટ : રસિક વેગડા, મોટીકુકાવાવ