ધાનેરામાં નવીન બની રહેલા રેલવે પુલ ને લઇ વિશાલ રેલી : પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ધાનેરા માં નવીન બની રહેલા રેલવે પુલ ને લઇ આજુ બાજુ ના રહીશોએ વિશાલ રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી તેમની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી. ધાનેરામાં નવો બની રહેલો રેલવે બ્રિજ કારણે ધાનેરાના પૂર્વ વિસ્તારના રહીશોને નડતી સમસ્યાઓ સમાધાન આ અંગે આજે વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું અને સાથે જણાવ્યું હતું કે ધાનેરામાં બની રહેલો રેલવે બ્રિજ બંને બાજુના સર્વિસ રોડ ના કારણે ઉપસ્થિત થયેલી સમસ્યાઓ નું સમાધાન ઇચ્છીએ છીએ.
સર્વિસ રોડ રેલવે લાઇન ને ક્રોસ કરતો નથી જેના કારણે સ્કૂલે જતાં બાળકો વૃદ્ધ મહિલાઓ તેમજ અન્ય વ્યક્તિઓને બજારમાં જવા માટે રેલબે બ્રિજ પરથી પસાર થવું પડશે તે જાન માટે ખતરારૂપ છે વરસાદી પાણીના નિકાલ માટે રોડની બંને બાજુ ગટરની કોઈ વ્યવસ્થા નથી જેથી વરસાદી પાણી અમારી સોસાયટીમાં ભરાવાની સમસ્યા ઉત્પન્ન થશે જે આરોગ્યને નુકસાનકર્તા છે તથા તમામ સોસાયટીઓ અને નજીકમાં અવરજવર માટે નાળું મૂકવા વિનંતી છે સોસાયટીમાં પીવાના પાણીની પાઈપલાઈન ગટર પાઈપ લાઈન ની વ્યવસ્થા પ્રાથમિક સુવિધાઓની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા નથી જેથી અમે લોકો આજે વિશાળ સંખ્યામાં રેલી યોજી ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અમારી માંગણીઓ સરકાર સમક્ષ મુકેલ છે.